Jagdish, Khabri Gujarat :
AAP (આમ આદમી પાર્ટી) પર મોટી ઘાત હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી પર ઈડીનો ગાળીયો કસાયો છે તો ગુજરાતમાં પણ આપના એક ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : વાનખેડેમાં ‘સારા – સારા…’નાં નારા લાગતા કોહલીએ શું કર્યું? જુઓ…
મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાતા તે મુશ્કેલીમાં મુકાયા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની વન વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે બાદ ફોરેસ્ટ વિભાગ ખુદ ફરીયાદી બની નર્મદા પોલીસ સ્ટેશનમાં વસાવા સામે ફરિયાદ નોંધાવી છે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદમાં ખુબ નર્મદા વન વિભાગ ફરીયાદી બન્યું છે. વન વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી કરવાના આરોપમાં તેમની સામે કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બિગ બોસનો ‘વિજેતા’… ડ્રગ્સનો ‘સપ્લાયર’!
ઉલ્લેખનીય છે, કે એક બાજુ દિલ્હીમાં આપના નેતાઓ પર દારુ કૌભાંડ મામલે પસ્તાળ પડી છે. મુખ્યમંત્રી અને મંત્રીઓને ઈડી દ્વારા સમન્સ આપવામાં આવ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.