શા માટે Googleના જ કર્માચારીઓ કંપનીનો કરી રહ્યા છે વિરોધ?

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Googleએ પોતાના 28 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય કર્યો છે. આ કર્મચારીઓ કંપની સામે પ્રદર્શનમાં સામેલ હતા. મંગળવારે કંપનીના કેલિફોર્નિયા અને ન્યુયોર્કમાં આવેલી ઓફિસમાં પ્રદર્શન શરુ થયું હતુ. ઘણાં પ્રદર્શનકારીઓ ઓફિસમાં બોસની કેબિન સુધી પહોંચી ગયા હતા. જેનો વિડિયો સામે આવ્યો અને ઈન્ટરનેટ પર વાયરલ પણ થયો.

આ પણ વાંચો – 20 લાખના બેટ્સમેને મુંબઈના ધબકારા વધારી દીધા

PIC – Social Media

Google એ પોતાના 28 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવનો નિર્ણય કર્યો છે. મંગળવારે ગૂગલની કેલિફોર્નિયા અને ન્યુયોર્કમાં આવેલી ઓફિસમાં ઘણા કર્મચારીઓએ કંપની સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ. ઘણાં પ્રદર્શનકર્તાઓ બોસની કેબિન સુધી પહોંચી ગયા હતા અને ત્યાં પ્રદર્શન કરવા લાગ્યા હતા. ત્યાર બાદ પોલીસે તેઓની અટકાયત કરી હતી.

ધ વર્જ એ પોતાના અહેવાલમાં એક ગૂગલના ઈન્ટરનલ મેમોનો હવાલો આપ્યો છે. ઓફિસ મેમો, એક લેખિત સુચના હોય છે. મેમોમાં ગૂગલના ગ્લોબલ સિક્યોરિટી હેડ Chris Rackowએ કહ્યું કે કામના સ્થળ પર આ પ્રકારનું વર્તન બિલકુલ સ્વિકાર્ય નહિ કરવામાં આવે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલુ છે. એવામાં ગૂગલ ઓફિસમાં પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ ઈઝરાયલ સરકારનું સમર્થન કરી રહી છે. યુદ્ધ દરમિયાન કોઈ એક દેશને ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવી યોગ્ય નથી.

પ્રોજેક્ટ નિંબસનો વિરોધ

ગૂગલની નોકરીમાંથી બાહર કરાયેલા કર્મચારી ગૂગલનો એટલા માટે વિરોધ કરી રહ્યાં છે, કેમ કે તેઓનો દાવો છે કે પ્રોજેક્ટ નિંબસમાં સામેલ છે. પ્રોજક્ટ નિંબસ 1.2 બિલિયન અમેરિકન ડોલરનો પ્રોજેક્ટ છે. જે ઇઝરાયલ સરકાર સાથે કરવામાં આવ્યો છે. તેમાં એમેઝોન પણ સામેલ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગૂગલના કર્મચારીઓના વિરોધ પ્રદર્શન કરતો વિડિયો પણ વાયરલ થયો છે. જ્યાં કેટલાક કર્મચારીઓ ઓફિસમાં બોસની કેબિન સુધી પહોંચી જાય છે અને કલાકો સુધી ત્યાંજ રહ્યાં હતા. ત્યાર બાદ પોલીસને બોલાવાઈ અને પોલીસત તેઓની અટકાયત કરી બાહર કાઢ્યાં હતા.