Israel Attack on Iran: ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે ઈરાન પણ સામે આવ્યું છે. ઈરાને જાહેરમાં પેલેસ્ટાઇનનું સમર્થન કરી રહ્યું છે. ત્યારે આ યુદ્ધમાં ઈરાન અને ઇઝરાયલ સામ સામે આવી ગયા છે.
આ પણ વાંચો – અમદાવાદ : બેકાબુ કાર લગ્ન પ્રસંગમાં ઘૂસી, 12ને ઝપટે ચડાવ્યા
Israel Attack on Iran: ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે ફરી એકવાર ઇસ્ફહાન શહેર પર હુમલો શરૂ કર્યો છે. ઘણાં મીડિયા અહેવાલો અનુસાર આ હુમલો સોમવાર સુધીમાં થનાર હતો પરંતું ઇઝરાયલે પહેલા જ હુમલા શરૂ કરી દીધા છે. ત્યાર બાદ ઈરાને પોતાની ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દીધી છે. જેને લઈ ઘણાં શહેરોમાં ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે.
ઈરાનના હુમલા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી. ઇઝરાયલ ઈરાનના ન્યુક્લિઅર ઠેકાણા પર હુમલો કરી શકે છે. આ હુમલામાં એવુ જ કંઈક જોવા મળ્યું છે. હાલ તો ન્યુક્લિયર એકમમાં કોઈ નુકસાન થયુ છે કે નહિ તેની જાણકારી મળી નથી. પરંતુ ઈરાનના ન્યુક્લિઅર એકમો ઈસ્ફહાન શહેરમાં પણ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઇઝરાયલના હુમલા બાદ હવે આખી દુનિયામાં યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. કેમ કે રશિયા-યુક્રેનનું યુદ્ધ વર્ષોથી ચાલી રહ્યું છે. બીજી બાજુ ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. હવે આ યુદ્ધમાં પેલેસ્ટાઇન સાથે ઈરાન પણ સામે આવ્યું છે. બીજી બાજુ રશિયાએ ઈરાનને સહિયોગ આપવાની વાત કરી રહ્યું છે. ઇઝરાયલ સાથે અમેરિકા તો પહેલાથી જ છે. આમ આ યુદ્ધ બે ભાગમાં વહેંચાઈ ગયું છે અને ઘણાં દેશો તેમાં ભાગ લઈ શકે છે.
ખામેનેઈના જન્મદિવસે ઇઝરાયલે કર્યો હુમલો
ઈરાનના સુપ્રીમ લિડર આયતુલ્લાહ અલી ખામેનેઈ પોતાનો 85મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા ત્યારે જ ઇઝરાયલે એરસ્ટ્રાઇક કરી દીધી હતી. ખામેનેઈ 1989થી ઈરાનના સુપ્રીમ લિડર છે. એક મીડિયા પ્રસારક અનુસાર ઈઝરાયલે ઈરાનમાં એક સાઇટ પર મિસાઇલ હુમલો કર્યો છે. ઈરાનની ફાર્સ સમાચાર એજન્સીએ ઇસ્ફહાન વિસ્તારમાં વિસ્ફોટની સુચના આપી છે અને રાજ્ય ટેલિવિઝને જણાવ્યું કે ઘણાં શહેરોમાં ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઈરાનના દુતાવાસ પર હુમલા બાદ વકર્યો વિવાદ
બીજી બાજુ સીરિયા અને ઈરાકમાં પણ વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે. હાલ તેને લઈ ખાસ માહિતી મળી નથી. 1 એપ્રિલે સીરિયામાં ઈરાનના દુતાવાસ પર શંકાસ્પદ ઇઝરાયલી હુમલા બાદ ઈરાને ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો. હવે તેના જવાબમાં ઇઝરાયલ ઈરાનમાં વિસ્ફોટ કરી રહ્યું છે. ઈઝરાયલના હુમલાથી ઈરાનમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના બે જનરલ સહિત 13 લોકોના મોત થયા હતા.