iPhone 16 Leaks : એપલના અપકમિંગ ફોન્સની માહિતી સામે આવી છે. આ વખતે પણ કંપની ચાર નવા ફોન્સ iPhone 16 સિરિઝમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. આ વખતે ફોનની ડિઝાઇનમાં ફેરફાર જોવા મળી શકે છે. જો કે, કંપનીએ સત્તાવાર રીતે આ અટકળો વિશે કોઈ જાણકારી આપી નથી. આવો જાણીએ કે iPhone 16 સિરિઝમાં શું ખાસિયત જોવા મળશે.
આ પણ વાંચો – હરિયાણા સ્કુલ બસ અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો, જાણો કોની છે ભૂલ
iPhone 16 Leaks : Appleના અપકમિંગ iPhone એટલે કે iPhone 16 સિરિઝ લોન્ચિંગને હજુ ઘણાં મહિના બાકી છે. જો કે, લિક માર્કેટમાં આ સિરિઝ સંબંધિત સંખ્યાબંધ અહેવાલો સામે આવ્યા છે. આવું પહેલવાર નથી બન્યુ. એપલના લેટેસ્ટ ફોન્સના લોન્ચિંગની સાથે જ અપકમિંગ સિરિઝ સંબંધિત લિક્સ સામે આવવા લાગે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આશા છે કે એપલ આ વખતે પણ લેટેસ્ટ iPhone એટલે કે iPhone 16 સિરિઝને સપ્ટેમ્બરમાં લોન્ચ કરશે. લોન્ચ પહેલા આઈફોન 16 મોડલ્સની ડમી ફોટો, બેટરી અને અન્ય ઘણી ડિટેલ્સ સામે આવી છે. આવો જાણીએ કે અત્યાર સુધી આપણે આ સિરિઝના ફોન વિશે કેટલુ જાણીએ છીએ.
આ વખતે શું હશે ખાસ?
હાલમાં આ સિરિઝની એક ડમી તસવીર સામે આવી છે. iPhone 16માં આ વખતે આપણને એક્શન બટન જોવા મળી શકે છે. હાલ આ ફિચર માત્ર iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં મળે છે. આ સિવાય કંપની કેપ્ચર બટન પણ આપી શકે છે. જે ફોનની જમણી બાજુ જોવા મળશે. આમાં યુઝર્સને ઝુમનું ફિચર પણ આપવામાં આવી શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે, કે iPhone 16 Pro અને iPhone 16 Pro Maxની સ્ક્રીન સાઇઝ iPhone 16 અને iPhone 16 Plusથી અલગ હશે. કંપની Pro સિરિઝમાં મોટી સ્ક્રીન આપી શકે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બેટરીની ડિટેલ્સ થઈ લિક
ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર એક ટિપ્સ્ટરે ફોનની બેટરીની ડિટેલ્સ શેઅર કરી છે. જાણકારી અનુસાર, iPhone 16માં કંપની 3,561mAhની બેટરી આપી શકે છે. જ્યારે પ્લસ વેરિયન્ટમાં કંપની 4006mAhની બેટરી આપી શકે છે. એવી જ રીતે iPhone 16 proમાં 3355mAhની બેટરી જોવા મળી શકે છે. જ્યારે iPhone 16 Pro Maxમાં 4776mAhની બેટરી મળી શકે છે. આમ તો એપલ પોતાના ફોન્સની બેટરીની ડિટેલ્સ શેઅર નથી કરતી. પરંતુ ટીઅર ડાઉન વિડિયોઝમાં તેની જાણકારી મળે છે. કંપની iPhone 15ની તુલનાએ આ સિરીઝમાં સારી બેટરી આપી શકે છે.