Jio Service Down : જિયો યુઝર્સને અચાનક મોબાઈલ સર્વિસને લઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણાં યુઝર્સે જણાવ્યું કે, મોબાઇલ ઇન્ટરનેટ અને Jio Fiber સર્વિસનો ઉપયોગ નથી કરી શકતા. ત્યાર બાદ ઘણાં Jio યુઝર્સે એક્સ પ્લેટફોર્મ પર Jioની સર્વિસ ડાઉન થયાની જાણકારી આપી હતી.
આ પણ વાંચો – ચંદ્ર પર ક્યાંથી આવ્યું રહસ્યમયી યાન, NASAનો ચોંકાવનારો ખુલાસો
Jio Service Down : Jioની સર્વિસને લઈ ઘણાં વિસ્તારમાંથી ફરિયાદો આવી રહી છે. ઘણાં યુઝર્સે એક્સ પ્લેટફોર્મ પર Jioની સર્વિસને લઈ ફરિયાદ કરી. ઘણાં વિસ્તારોમાં મોબાઇલ યુઝર્સ અને Jio Fiber યુઝર્સ ઇન્ટરનેટ સર્વિસ એક્સેસ કરી શકતા નહોતા. એટલુ જ નહિ ઘણાં યુઝર્સે જણાવ્યું કે જિયો સિમથી ફોન કોલ પણ થઈ શકતા નહોતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રિયલ ટાઇમ આઉટેજ રિપોર્ટિંગ વેબસાઇટ Downdetectorએ પણ આ આઉટેજની જાણકારી કન્ફર્મ કરી છે. અહીં આશરે બપોરે 1 વાગ્યા પછી ઘણાં લોકોને જિયોની સર્વિસને લઈ 800થી વધુ લોકોએ રિપોર્ટ કર્યો છે. બપોરે 2 વાગ્યેની આસપાસ 51 ટકા લોકોને Jio Fiber પર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 42 ટકા મોબાઇલ ઇન્ટરનેટ પર નેટવર્કની સમસ્યાનો સામનો કરી રહ્યાં હતા. 7 ટકા લોકો કોલ કરી શક્યા નહોતા.
જિયો યુઝર્સે ફરિયાદ કરી કે ઇન્ટરનેટ ન ચાલતા BGMI અને Free Fire MAX જેવી મોબાઇલ ગેમ રમી શકતા નથી. ઘણાં યુઝર્સે લખ્યુ કે તે પોતાના હેન્ડસેટમાં ઇન્ટરનેટ એક્સેસ નથી કરી શકતા. ઘણાં યુઝર્સે જિયોની સર્વિસ ઠપ્પ થતા સ્ક્રીનશોટ પણ શેઅર કર્યા અને Jio Careને ટેગ પણ કર્યા. સાથે જ યુઝર્સે પોતાની સમસ્યા પણ જણાવી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જણાવી દઈએ કે Jioનો ભારતમાં મોટો યુઝરબેઝ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ કંપનીની સર્વિસનો લાખો લોકો ઉપયોગ કરે છે. એવામાં જો જિયોની સર્વિસ ઠપ્પ થાય તો ઘણાં યુઝર્સને સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલુ જ નહિ, આ વખતે જિયો ફાઇબર સર્વિસમાં પણ સમસ્યા આવી છે. જે એક ફાઇબર બેસ્ડ ઇન્ટરનેટ છે. તેની મદદથી ઘણા યુઝર્સ પોતાના ઘરમાં ટીવી, સીસીટીવી અને અન્ય સ્માર્ટ ગેઝેટ કન્ટ્રોલ કરે છે.