ચૂંટણી પહેલા ભાજપમાં ડખ્ખો, ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ

ખબરી ગુજરાત ગુજરાત રાજકારણ
Spread the love

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અમરેલીમાં ભાજપે ભરત સુતરિયાને ઉમેદવાર બનાવ્યા છે. જેને લઈ ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે.

આ પણ વાંચો – 31 March : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપે તમામ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. પરંતું કેટલીક સીટો પર જાહેર ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠામાં ઉમેદવારમાં વિરોધ બાદ હવે અમરેલીમાં પણ ઉમેદવાર વિરુદ્ધ વિરોધનો વંટોળ ઊભો થયો છે. ભાજપનો આંતરીક વિખવાદ હવે લોહીયાળ બન્યો છે. શનિવારે મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થતા આખો મામલો ચર્ચામાં આવ્યો છે. ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો થયો હતો. હુમલો કરનાર અન્ય કોઇ પક્ષના નહીં પરંતુ ભાજપના જ કાર્યકર હોવાનો આક્ષેપ લગાવાવમાં આવી રહ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

ભરત સુતરિયા વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો

અમરેલીમાં ભાજપ દ્વારા ભરત સુતરિયાને મેદાને ઉતારવામાં આવ્યાં છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી જેનીબેન ઠુંમરને ટિકિટ મળી છે. કોંગ્રેસમાં તો બધુ ઠીક છે પરંતું હવે અમરેલીમાં ઉમેદવાર જાહેર થયા બાદ પાર્ટીમાં જ ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને પોતાની જ પાર્ટીના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ધારી તાલુકાના દેવળા ગામે રાત્રીના સમયે ભરત સુતરીયા વિરુદ્ધ બેનર લાગ્યા હતા. ભરત સુતરીયાના નામની જાહેરાત બાદ તેમની સામે આંતરિક રોષ સામે આવ્યો છે. “ભાજપના ઉમેદવાર બદલો”, “સમ ખાઈ ને કેજો, ભરત સુતરીયા ચાલે?” જેની નીચે લખ્યું હતું કે અમરેલીનો અવાજ…. ચૂંટણી સમયે આ પ્રકારનો વિરોધ ખળભળાટ મચી ગયો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભાજપના ઉમેદવારોનો વિરોધ

એવું નથી કે માત્ર અમરેલીમાં જ આ સ્થિતિ છે. ભાજપના ઉમેદવારોને અન્ય જગ્યાએ પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ લોકસભા પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને પણ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલુ વિવાદિત નિવેદન ભારે પડી રહ્યું છે. ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા તેઓનો વિરોધ થઈ રહ્યો છે. તેમજ રૂપાલાની ઉમેવાદરી રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. તો સાબરાકાઠામાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનું નામ જાહેર થતા ભિખાજી ઠાકોરના સમર્થકો ભારે રોષ છે.