Credit Card : ક્રેડિટ કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. નાણાકીય વર્ષ 2024-25 (New Financial Year 2024-25)ની શરૂઆત સાથે જ SBI, Yes Bank, ICICI Bank અને Axis Bank સહિત અન્ય બેન્કોએ પણ પોતાની પોલિસીમાં મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફાર મુખ્યત્વે ક્રેડિટ કાર્ડ સંબંધિત રિવોર્ડ પોઈન્ટ અને લાઉન્ઝ એક્સેસ બેનિફિટ્સ (Lounge Access Benefits)ને અસર કરે છે. આવો આ ફેરફારો વિશે વિસ્તારથી સમજીએ…
આ પણ વાંચો – Google, Apple અને Meta પર થઈ શકે છે મોટી કાર્યવાહી, જાણો કારણે
SBI કાર્ડની રિવોર્ડ પોઈન્ટ પોલિસીમાં ફેરફાર
નવા નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ 1, 2024 થી, SBI કાર્ડ AURUM, SBI Card Elite, Simply CLICK SBI Card જેવા કેટલાક કાર્ડ્સ પર ભાડાની ચૂકવણી પર રિવોર્ડ પોઈન્ટ્સ હવે ઉપલબ્ધ રહેશે નહીં. બીજી તરફ, આ નિયમ અન્ય ક્રેડિટ કાર્ડ પર 15 એપ્રિલથી લાગુ થશે.
ICICI બેંક લાઉન્જ એક્સેસ
1 એપ્રિલ, 2024 થી શરૂ થતા ક્વાર્ટરમાં, ICICI બેંકના ગ્રાહકોએ લાઉન્જ ઍક્સેસ મેળવવા માટે અગાઉના ક્વાર્ટરમાં ઓછામાં ઓછા ₹35,000 ખર્ચવા પડશે. આ ફેરફાર ઘણા ICICI બેંક ક્રેડિટ કાર્ડ્સ પર લાગુ કરવામાં આવશે જેમાં Coral Credit Card, MakeMyTrip ICICI Bank Platinum Credit Card સહિત ઘણાં ICICI Bank Credit Cardsનો સમાવેશ થાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
યસ બેંકના લાઉન્જ એક્સેસ લાભો
યસ બેંકે નવા નાણાકીય વર્ષથી લાઉન્જ એક્સેસ બેનિફિટ્સ માટેની નીતિમાં પણ ફેરફાર કર્યો છે. હવે, બધા ગ્રાહકોએ લાઉન્જ ઍક્સેસ મેળવવા માટે છેલ્લા ક્વાર્ટરમાં ઓછામાં ઓછા ₹10,000 ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે આ ફેરફાર યસ બેંકના તમામ ક્રેડિટ કાર્ડ પર લાગુ થશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાં પણ ફેરફાર થશે
એક્સિસ બેંકે પણ 20 એપ્રિલ, 2024 થી તેના Magnus Credit Card માં મોટા ફેરફારો કરવાનું નક્કી કર્યું છે. આ ફેરફારોમાં રિવોર્ડ અર્નિંગ્સ, લાઉન્જ એક્સેસ પ્રોગ્રામ્સ અને વાર્ષિક ફી પર ડિસ્કાઉન્ટ ન આપવાનો સમાવેશ થાય છે. નવા ફેરફાર બાદ હવે વીમા, ગોલ્ડ અને ફ્યુઅલ કેટેગરી પર ખર્ચ કરવા પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ રહેશે નહીં. બેંક ડોમેસ્ટિક એરપોર્ટના લોન્જ એક્સેસ પ્રોગ્રામમાં પણ ફેરફાર કરશે. હવે, ગ્રાહકોએ લાઉન્જ ઍક્સેસ મેળવવા માટે છેલ્લા ત્રણ મહિનામાં ઓછામાં ઓછા ₹50,000 ખર્ચવા પડશે.