મેટોડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બન્યું. દેશી દારૂનું હબ
પ્લેટ વગરના ટુ વ્હીલર પર જાહેરમાં પાણીની જેમ દેશી દારૂનું વેંચાણ
ગેટ નંબર ૧માં ફાસ્ટ ફૂડની હોટેલમાં પીરસાતા આ દારૂથી શું તંત્ર અજાણ?
રાજકોટમાં દેશી વિદેશી દારૂનું ધૂમ બેરોકટોક વેપલો થઈ રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. પોલીસ તંત્રની ખોફ ના હોય તેમ મેટોડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેશી દારૂનું નંબર વન કોરિડોર બની ગયું છે. મેટોડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર પર જાહેરમાં પાણીની જેમ દેશી દારૂનું છડેચોક વેચાણ થઈ રહ્યું છે.
આ વિસ્તારમાં મોટી માત્રમાં દેશી દારૂનો જથ્થો મજૂરની ઓરડીમાં એકત્રિત કરી કાર દ્વારા ટ્રાન્સફર કરી ગામના મધ્ય ભાગમાં પાર્કિંગ કરી કાર માંથી મોપેડ વાહનોમાં ભુંગ્યા ગોઠવી ગામના ખૂણે ખૂણે જાહેરમાં ભરોક ટોક વેપાર ચાલી રહ્યો છે. દેશી દારૂનો આ વેપાર ભાડે રાખેલા માણસોને રોજિંદા ૧૦૦૦ પગાર આપી એક મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્રની રહેમ રાહ કે, તંત્રના આંખ આડા કાન કરી મુખ્ય ત્રણ સૂત્રધારો દ્વારા આ દેશી દારૂનો કાળો કારોભાર બેરોક ટોક ધમધમી રહ્યો છે.
આખા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં દરેક ૪ રસ્તામાં સીસીટીવી કેમેશ હોવા છતા આ કેમેશ આંધળા થઈ ગયા છે કે, તંત્ર દ્વારા દેખાતા બંધ કરાવી દીધા છે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. આ સીસીટીવી કેમેરા કન્ટ્રોલ રૂમમાં ચાલે છે કે સૂત્રધારના ઈશારે ચાલે છે તે પણ પશ્ન ઉઠવા પામ્યો છે. જાહેરમાં જેમ પાણીના પાઉચ વેંચતા હોય તેમ દેશી દારૂની કોથળીઓ વેંચાઈ રહી છે. પાણીના પાઉચ વેચતા વેપારીઓ પર સુરા અધિકારીઓ આ દેશી દારૂના વેપલા સામે તંત્ર કેમ ચૂપ છે?
ગેટ નંબર ૧ મા ફાસ્ટ ફૂડની હોટેલ રાખી પીરસાતો આ દારૂ શું તંત્રથી અજાણ હસે? યુવા ધન આ દેશી દારૂની લતે ચડી ગુમરાહ અને ભરબાદ થઈ રહ્યું છે. નાસા તરફ જવાને બદલે યુવાનો નસા તરફ જઈ રહ્યાં છે. દેશના યુવાનો નાશ તરફ લઈ જનાર આ આકાઓ કોણ છે તેવા પ્રશ્નો આ પંથકમાં અણઉકેલ રહ્યાં છે. તંત્ર ને વાહનોની ટ્રાફીક દેખાઈ છે પરંતુ દારૂ વેચતા સ્કૂટર પાસે થતો ટ્રાફિક દેખાતો કેમ નથી. સ્થાનિક પોલીસે આ છડેચોક ચાલતા દેશી દારૂના વેપલાથી અજાણ છે કે લાચાર ? ગુજરાતનું સૌથી મોટુ દારૂનુ કોરિડોર બનેલ આ પંથકમાં બેરોક ટોક ઠંડા પીણાની જેમ દેશી દારૂ મળી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.. શું તંત્ર આ વેપલાથી અજાણ છે કે..આંખ આડા કાન કરી રહ્યું છે.. તંત્રની મિલી ભગત છે કે મજબૂરી?