Moscow Attack : રશિયામાં થયેલા હત્યાકાંડ બાદ રશિયન સિક્યોરિટી ફોર્સ એક્શન મોડમાં આવી ગઈ છે. રશિયન મીડિયા RTનો દાવો છે કે યુક્રેનની બોર્ડર નજીકથી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ હુમલાખોર યુક્રેનની સરહદ તરફ ભાગી રહ્યાં હતા.
આ પણ વાંચો – 24 March : જાણો, આજનો ઈતિહાસ
Moscow Attack : મોસ્કોમાં આતંકી હુમલા બાદ રશિયન સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. રશિયન સિક્યુરિટી એજન્સીએ આ મામલે 11 લોકોની ધરપકડ કરી છે. રશિયન મીડિયા RT ટીવી અનુસાર અંધાધુંધ ફાયરિંગ કરીને લોકોની જીવન લેનાર 4 આતંકવાદીઓ પણ સામેલ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આરોપીઓની ધરપકડ બાદ રશિયાએ દાવો કર્યો છે કે હુમલાખોર બ્રાન્સક વિસ્તારથી યુક્રેનની સરહદ તરફ ભાગી રહ્યાં હતા. તે દરમિયાન રશિયાની સિક્યોરિટી ફોર્સે તેઓને પકડી પાડ્યાં હતા. બે દિવસ પહેલા 22 માર્ચે રશિયામાં થયેલા આતંકી હુમલાએ આખી દુનિયાને હચમચાવી નાખી હતી. આરટી અનુસાર હુમલામાં અત્યાર સુધીમાં 133થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ છે.
આતંકી હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે હુમલાખોરોને કોઈપણ હાલમાં છોડવામાં આવશે નહિ. તેઓએ કહ્યું કે, હુમાલા પાછળ જે પણ હોય, હું પ્રતિજ્ઞા લઉં છુ તેઓને છોડવામાં નહિ આવે. રશિયાના રાષ્ટ્રપતિએ શોક દિવસની જાહેરાત કરી છે. પોતાના વક્તવ્યમાં તેઓએ કહ્યું કે ઘણાં નિર્દોષ લોકો ક્રોકસ સિટી હોલમાં આતંકી હુમલાનો શિકાર બન્યાં છે. મને વિશ્વાસ છે કે ક્રોકસ સિટી હોલમાં આતંકવાદી હુમલાના પીડિતોનો જીવ બચાવવા ડોક્ટર તમામ શક્ય પ્રયત્નો કરશે.
UAEએ આ રીતે વ્યક્ત કરી સંવેદના
હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા શનિવાર (23 માર્ચ)એ સંયુક્ત આરબ અમીરાતે બુર્ઝ ખલીફાને રશિયાના રાષ્ટ્રધ્વજના રંગોની જેમ શણગાર્યો હતો. આ વચ્ચે અમેરિકાએ પણ રશિયામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને નિવેદન જાહેર કરતા કહ્યું કે આ ભયાવહ ઘટના બાદ અમેરિકા રશિયાના લોકો સાથે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ક્યારે, કેવી રીતે અને ક્યાં થયો હુમલો?
રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં 22 માર્ચે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ક્રોકસ સિટી હોલમાં રાતના સમયે ઘુસેલા આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતુ. લોકો અહીં રોક ગ્રુપ પિકનિકનો કાર્યક્રમ જોવા માટે આવ્યાં હતા. પરંતું કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ આતંકવાદીઓએ હુમલો કરી દીધો. ચારથી પાંચ આતંકી ઓટોમેટિક હથિયારોથી સજ્જ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. કન્સર્ટ હોલ મોસ્કોમાં ઘણો પ્રખ્યાત છે, અને હુમલાના દિવસે અહીં 6200 લોકો હાજર હતા.