Mirzapur 3 : જુઓ, કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયાનો ધાંસુ ફર્સ્ટ લૂક

ખબરી ગુજરાત મનોરંજન
Spread the love

Mirzapur 3 : પ્રાઇમ વિડિયો દ્વારા આશરે 70 સીરિઝ અને ફિલ્મોની ઘોષણા કરવામાં આવી હતી. તેમાં ‘મિર્ઝાપુર 3’, ‘પાતાલ લોક 2’ મળીને કુલ 40 ઓરિજનલ સીરિઝ અને ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટમાં ‘મિર્ઝાપુર 3’નો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. ટીઝરમાં કાલિન ભૈયા અને ગુડ્ડુ ભૈયાને જોઈ શકાય છે.

આ પણ વાંચો – CA 2024ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

PIC – Social Media

Mirzapur 3 : ચાહકો ઘણાં વર્ષોથી ‘મિર્ઝાપુર 3’ની રાહ જોઈ રહ્યાં છે. પંકજ ત્રિપાઠીની ભૂમિકા કરનાર કાલીન ભૈયાની રાહમાં તમામ ચાહકો જોઈ રહ્યાં હતા. એવામાં આ પ્રાઇમ વિડિયોએ ફેન્સને ‘મિર્ઝાપુર 3’ની પ્રથમ ઝલક આપી છે. 19 માર્ચે #AreyouReady ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંબઈમાં આયોજિત આ ઇવેન્ટમાં પ્રાઇમ વિડિયોએ 70 ફિલ્મો અને સીરિઝની ઘોષણા કરી છે. તેમાંથી એક ‘મિર્ઝાપુર 3’ પણ છે.

ચાહકો લાંબા સમયથી પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની મિર્ઝાપુરની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝની પહેલી સિઝન 2018માં અને બીજી સિઝન 2020માં રિલીઝ થઈ હતી. જોકે, ત્રીજી સિઝન માટે ચાહકોને લાંબો સમય રાહ જોવી પડી રહી છે. હવે નિર્માતાઓએ તેની ત્રીજી સીઝનની પ્રથમ ઝલક બતાવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

‘ભૂલ તો નહીં ગયે હમેં’

પ્રાઇમ વીડિયોના આ લેટેસ્ટ વીડિયોમાં પંકજ ત્રિપાઠી એટલે કે કાલીન ભૈયાની ઝલક બતાવવામાં આવી છે. ધોધના કિનારે ઊભા રહીને કાલીન ભૈયા કહે છે, “ભૂલ તો નહીં ગયે હમેં.” વીડિયોમાં અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, વિજય વર્મા અને ઈશા તલવાર જેવા કલાકારોની ઝલક પણ જોવા મળે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વીડિયોની શરૂઆતમાં ગુડ્ડુ પંડિતને બતાવામાં આવ્યો છે. “ગુડ્ડુ પંડિત પોતાના અંદાજમાં લોકોને કહે છે કે, શહર ક્યા બુલાતા હૈ હમકો.” જેના જવાબમાં સામે ઊભેલા લોકો કહે છે “ગુડ્ડુ ભૈયા.”

તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2022માં જ અલી ફઝલે જાહેરાત કરી હતી કે ‘મિર્ઝાપુર 3’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જોકે, હવે તેની રિલીઝનો ગણગણાટ સાંભળવા મળ્યો છે. પ્રાઈમ વીડિયોની ઈવેન્ટમાં અલી ફઝલે કહ્યું કે ત્રીજી સીઝન પણ પહેલી સીઝનની જેમ જ હશે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે આ સિઝનમાં કેટલાક નવા પાત્રો જોવા મળશે અને કેટલાક જૂના પાત્રોની વાર્તાનો અંત આવશે.