આકાશમાં જોવા મળ્યા રહસ્યમય વાદળો, નાસાએ શું કહ્યુ?

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત
Spread the love

Mysterious clouds : સોશિયલ મીડિયા પર વાયરલ એક વિડિયોમાં વચ્ચે ઘણી જગ્યાએ મોટા મોટા છિંડા જોવા મળે છે. આ પોસ્ટ કરતા વ્યક્તિએ કેપ્શનમાં લખ્યુ છે કે, અમે ઓફની પશ્ચિમે માછીમારી કરી રહ્યાં છીએ. શું કોઈએ ક્યારેય આવા વાદળ જોયા છે. હવે તેના પર નાસાએ જવાબ આપતા એક પોસ્ટ શેઅર કરી છે.

આ પણ વાંચો – ઓનલાઇન છેતરપિંડીને પારખવા લોકોને મળ્યા ડિઝિટલ ચક્ષુ

Mysterious clouds : દુનિયામાં ઘણીવાર એવી પ્રાકૃતિક ઘટનાઓ સર્જાય છે જે આશ્ચર્યમાં મુકી દે છે. હાલમાં જ ફ્લોરિડામાં કંઈક આવી જ ઘટના સર્જાઈ, ટિકટોક પર એક માછીમારે આકાશનો એક વિડિયો શેઅર કર્યો છે. તેમાં વાદળો વચ્ચે ઘણી જગ્યાએ મોટા મોટા છિંડાઓ જોવા મળે છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે અમે ઓફના પશ્ચિમે માછીમારી કરી રહ્યાં છીએ. શું કોઈએ ક્યારેય આવા વાદળો જોયા છે?

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ વિડિયો TikTok પર @blacktiph દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને તેને 6 મિલિયન લોકોએ જોયો હતો. આ અંગે લોકોએ ઘણી કોમેન્ટ્સ પણ કરી હતી. એક યુઝરે લખ્યું- આ વાદળો યુએફઓના આકારમાં છે. શું છે આ? બીજા યુઝર્સે લખ્યુ કે, મે મારી જિંદગીના 50 વર્ષમાં ક્યારેય આવું જોયુ નથી. એક અન્ય યુઝર્સે લખ્યુ કે – ‘વોહતીઝત’ નામની આ એક સામાન્ય ઘટના છે, જ્યારે સમુદ્રની વચ્ચે વાદળો ભેગા થાય છે.

જાન્યુઆરી મહિનામાં આ વિડિયો શેઅર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સ્પેસ એજન્સી નાસાએ તેનો જવાબ આપ્યો છે. નાસાએ પોતાના ટેરા ઉપગ્રહથી અજીબ દેખાતા વાદળોની તસવીરો ખેંચી અને જણાવ્યું, આ માત્ર વાદળો છે. તેને હોલ પંચ ક્લાઉડ કરવામાં આવે છે. નાસાએ કહ્યું કે, રિસચર્સ 1940ના દશકથી જ આ ઘટાની શોધ કરી રહ્યાં છે. પરંતું 15 વર્ષ પહેલા જ તેઓને તેનુ કારણ જાણવા મળ્યું હતુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નાસા અર્થે એક ઇન્સ્ટગ્રામ પોસ્ટ પર જણાવ્યું, હવે તે સારી રીતે સમજી શકાય છે કે આ વિચિત્ર વાદળોની રચના એરોપ્લેનને કારણે થાય છે. જ્યારે વિમાનો અલ્ટોક્યુમ્યુલસ વાદળોની કિનારીઓમાંથી ઉડે છે ત્યારે કેવમ વાદળો રચાય છે, મધ્ય-સ્તરના વાદળોમાં સુપર કૂલ્ડ (પાણીના થીજબિંદુની નીચે પરંતુ હજુ પણ પ્રવાહી) પાણીના ટીપાં હોય છે. જેમ જેમ હવા વિમાનની આસપાસ ફરે છે, એડિબેટિક વિસ્તરણ નામની પ્રક્રિયા થઈ શકે છે જેના કારણે ટીપું બરફના સ્ફટિકોમાં થીજી જાય છે! બરફના સ્ફટિકો આખરે ભારે બને છે અને આકાશમાંથી નીચે પડે છે. જેનાથી વાધળોના પડમાં છિંડા પડી જાય છે.