ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ કરોડોમાં પહોંચ્યો

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

IND vs PAK T20 WC Ticket Prices : 1 જૂનથી શરૂ થતા ટી20 વિશ્વકપમાં (World Cup) ફરી એકવાર ભારતનો મુકાબલો પોતાના સૌથી મોટા હરિફ પાકિસ્તાન (Pakistan) સાથે થનાર છે. ભારત પાકિસ્તાન વચ્ચે 9 જુલાઈએ અમેરિકા ખાતે મેચ રમાનાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રી સેલ માર્કેટમાં મેચની ટિકિટનો ભાવ આકાશે પહોંચ્યો છે.

આ પણ વાંચો – મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાને આપી 106 કરોડના વિકાસકાર્યોની ભેટ

PIC – Social media

IND vs PAK T20 WC Ticket Prices : રિસેલ પ્લેટફોર્મ પર ટિકિટની કિંમત વધીને રૂ. 33 લાખ ($40,000) થઈ ગઈ છે. જ્યારે પ્લેટફોર્મ ફી ઉમેરવામાં આવે છે, ત્યારે આ રકમ વધીને $50,000 (રૂ. 41 લાખ) થઈ જાય છે. સૌથી મોંઘી ટિકિટ મેળવવા માટે $175,000 (રૂ. 1.4 કરોડ) જેટલી મોટી રકમ ખર્ચવી પડશે. જો $50,000 (રૂ. 41 લાખ)ના વધારાના શુલ્ક ઉમેરવામાં આવે તો તેની કિંમત આશરે રૂ. 1.86 કરોડ થશે.

નોંધનીય છે કે આઈસીસીએ ટી20 વર્લ્ડ કપ 2024 અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ટિકિટની શરૂઆતી કિંમત માત્ર 497 રૂપિયા રાખી છે. જોકે આ ટિકિટોની સંખ્યા ઘણી ઓછી હતી. આ પછી, સ્ટાન્ડર્ડ કેટેગરીની ટિકિટની કિંમત 14 હજાર રૂપિયા, સ્ટાન્ડર્ડ પ્લસ ટિકિટની કિંમત 24 હજાર રૂપિયા અને પ્રીમિયર ટિકિટની કિંમત 33 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ હવે કેટલીક વેબસાઈટ પર તે 1.86 કરોડ રૂપિયા સુધી વેચાઈ રહી છે.

T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં આ બે મોટી ટીમો છે. આ સિવાય આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા માટે આ બંને ટીમો સામે કોઈપણ મેચ જીતવી મુશ્કેલ હશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social media

T20 વર્લ્ડ કપ માટે ટીમોના ગ્રુપ

ગ્રુપ A: યુએસએ, ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા
ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ સી: ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ ડી: દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, નેધરલેન્ડ

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

T20 વર્લ્ડ કપ 2024માં ભારતનું શેડ્યૂલ

ભારત વિ આયર્લેન્ડ – 5 જૂન, ન્યૂયોર્ક
ભારત વિ પાકિસ્તાન – 9 જૂન, ન્યૂયોર્ક
ભારત વિ યુએસએ – 12 જૂન, ન્યુ યોર્ક

આપને જણાવી દઈએ કે ભારત દ્વારા આયોજિત ICC ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન કંઈક આવું જ બન્યું હતું. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો ICCના સત્તાવાર પ્લેટફોર્મ પરથી સંપૂર્ણ રીતે વેચાઈ ગઈ હતી, ત્યારે તે રિસેલ વેબસાઈટ પર ત્રણ ગણી કિંમતે વેચાઈ રહી હતી.