Vijay Shekhar Sharma Resigns : ભારતીય રિઝર્વ બેન્કના એક્શન પછી Paytm Payments Bankની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. ત્યારે હવે પેટીએમ પેમેન્ટ બેન્કના ચેરમેને પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. સાથે જ વિજય શેખર શર્માએ Paytm Payments Bankના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધુ છે.
આ પણ વાંચો – ગુજરાતને 44 પ્રતિભાશાળી ખેલાડીઓને અપાયા 1.38 કરોડના પુરસ્કાર
Vijay Shekhar Sharma Resigns : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિજર્વ બેન્કની કાર્યવાહી બાદ બોર્ડમાં ઘણાં પરિવર્તન કરવામાં આવ્યાં છે. પેટીએમ એ સોમવારે પ્રેસ રિલિઝ કરી જણાવ્યું ક ફાઉન્ડર વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેન્કના પાર્ટ ટાઇમ નોન એગ્ઝિક્યુટિવ ચેરમેન પદેથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ તેઓએ પીપીબીએલ બોર્ડનું સભ્ય પદ પણ છોડી દીધુ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વિજય શેખર શર્માના રાજીનામા બાદ પેટીએમ પેમેન્ટ બેન્કનું પુનર્ચના પણ કરવામાં આવી છે. જેમાં ઘણાં નવા ચહેરા શામેલ કરવામાં આવ્યાં છે. હવે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર બોર્ડના સદસ્ય હશે. તે સિવાય રિટાયર્ડ આઈએએસ દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના પૂર્વ એક્ઝિક્યુટિવવ ડાયરેક્ટર અશોક કુમાર ગર્ગ અને રિટાયર્ડ આઈએએસ રજની સિબ્બલ બોર્ડના સદસ્ય હશે.
આરબીઆઈના એક્શન બાદ પેટીએમ પેમેન્ટ બેન્કના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. વિજય શેખર શર્મા આ બેન્કના સૌથી મોટા શેરહોલ્ડર છે.
15 માર્ચ બાદ Paytm Payment Bank પર જોખમ
આરબીઆઈએ કહ્યું છે કે યુપીઆઈ હેન્ડલનું માઈગ્રેશન ફક્ત તે ગ્રાહકો અને વેપારીઓ માટે જ હશે જેમના યુપીઆઈ હેન્ડલ પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા છે. આરબીઆઈનું આ પગલું Paytm પેમેન્ટ બેંકના તે ગ્રાહકો અને વેપારીઓને રાહત આપશે જેમની UPI Paytm પેમેન્ટ બેંક સાથે જોડાયેલ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
Paytm, Axis Bank સાથે મળીને, NPCI ને UPI બિઝનેસ માટે તૃતીય પક્ષ એપ્લિકેશન પ્રદાતા તરીકે કામ કરવા માટે અરજી કરી હતી. અમે તમને જણાવી દઈએ કે, UPI ટ્રાન્ઝેક્શન્સ Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા થાય છે, Paytm હાલમાં TPAP તરીકે વર્ગીકૃત નથી. બીજી તરફ, Amazon Pay, Google Pay, Mobikwik, PhonePe અને WhatsApp સહિત 22 સંસ્થાઓ હાલમાં TPAP લાઇસન્સ ધરાવે છે.