Actor Rituraj Singh Died: અનુપમા (Anupma) સિરિયલમાં કામ કરતા એક્ટર ઋતુરાજ સિંહનું આજે નિધન થયું છે. એક્ટરના મોતને લઈ ટીવી જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાર્ટ એટેકના લીધે એક્ટરનું મોત થયાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : મજબૂત પાસપોર્ટની યાદી જાહેર, જાણો કેટલામાં નંબરે છે ભારત?
Actor Rituraj Singh Died: ટેલિવિઝન ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ કે. સિંહનું (Ruturaj Singh) નિધન થયું છે. અભિનેતાએ 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કહેવાય રહ્યું છે કે અભિનેતાએ ગત રાત્રે એટલે કે 19 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. આ સમાચાર ટીવી જગત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા છે. અભિનેતાના નજીકના સંબંધીઓ, કુટુંબીજનો અને મિત્રો આ સમાચારથી ઘેરા આઘાતમાં છે. અભિનેતાના નિધનના સમાચાર સાંભળીને ઘણી જાણીતી હસ્તીઓ શોક વ્યક્ત કરી રહી છે.
આ શોમાં ઋતુરાજ જોવા મળ્યાં હતા
તાજેતરના દિવસોમાં, અભિનેતા ટીવી શો ‘અનુપમા’ માં જોવા મળ્યા હતા. અભિનેતાના પાત્રનું નામ યશદીપ હતું અને તે અમેરિકામાં હોટલના માલિકનો રોલ કરી રહ્યાં હતા. શોમાં પાંચ વર્ષના લીપ પછી તેની એન્ટ્રી થઈ હતી. અહેવાલો અનુસાર, ઋતુરાજ કે સિંહ સ્વાદુપિંડની બિમારીથી પીડિત હતા અને તાજેતરમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે ‘અનુપમા’ ટીવી શોમાં જોવા મળ્યા ન હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઋતુરાજ સિંહે ટીવી સિરિયલ જ નહિ પરંતુ ફિલ્મો અને વેબસિરીઝમાં પણ ખૂબ સારુ કામ કર્યુ છે. પોતાના દરેક પાત્રમાં તે ઓતપ્રોત થઈ જતા, તેની આ જ ખૂબીને લીધે તેનો અભિનય લોકોના દિલ જીતી લેતો.
આ શોમાં કર્યો હતો અભિનય
‘અનુપમા’ સિવાય, ઋતુરાજ કે સિંહે ટેલિવિઝન, OTT અને ફિલ્મો જેવા ઘણા પ્લેટફોર્મ પર કામ કર્યું છે. વર્ષોથી, તેણે પોતાના અભિનય કૌશલ્યથી ચાહકોને પ્રભાવિત કર્યા છે અને મોટુ ફેન ફોલોવિંગ મેળવ્યું છે. ટેલિવિઝન પર, ઋતુરાજે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘ત્રિદેવિયાં’, ‘દિયા ઔર બાતી હમ’ જેવા અન્ય ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તેણે ઘણા લોકપ્રિય વેબ શો અને હિટ ફિલ્મોમાં પણ અભિનય કર્યો, પરંતુ તેને વાસ્તવિક ઓળખ ‘તોલ મોલ કે બોલ’થી મળી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કર્યો કમાલ
ફિલ્મોની વાત કરીએ તો ઋતુરાજ યારિયાં 2, સત્ય મેવ જયતે 2, ધ માસ્ટર પીસ, બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં જોવા મળ્યાં હતા. તેઓ પોતાના કરિયરમાં ઇન્ડિયન પોલીસ ફોર્સ, મેડ ઇન હેવન, ક્રિમિનલ જસ્ટિસ સહિત ઘણી વેબ સિરીઝમાં પોતાની દમદાર એક્ટિંગથી પોતાના ફેન્સનું દિલ જીત્યુ હતુ. તેની આ રીતે અણધારી વિદાયથી સિનેમાને મોટુ નુકસાન થયું છે.