Electoral Bond Ban : લોકસભા ચૂંટણીની ઘોષણા પહેલા ઇલેક્ટોરલ બોન્ડ્સને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ઇલેક્શન બોન્ડને ગેરબંધારણીય ગણાવીને બોન્ડ ખરીદવા પર રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડ સૂચનાના અધિકારનું ઉલ્લંઘન છે. મતદાતાને પાર્ટિઓની ફંડિંગ વિશે જાણવાનો અધિકાર છે.
આ પણ વાંચો : IND Vs ENG 3rd Test : રાજકોટ ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે બન્યો રેકોર્ડ
Electoral Bond Ban : સુપ્રીમ કોર્ટે (Suprem Court) બેનામી ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને (Electoral Bond Scheme) રદ્દ કરી દીધી છે. કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને કલમ 19(1)(a)નું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવી છે. કોર્ટે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરીને તેને રદ કરવી પડશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે બેંકો તરત જ ચૂંટણી બોન્ડ જાહેર કરવાનું બંધ કરે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે SBI રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SBI આ વિગતો ભારતના ચૂંટણી પંચને સબમિટ કરશે અને ECI આ વિગતો વેબસાઇટ પર પ્રકાશિત કરશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
દાન વિશે માહિતી ન આપવી એ ગેરબંધારણીય
કોર્ટે કહ્યું કે દાન વિશે માહિતી ન આપવી એ ગેરબંધારણીય છે. આ ઉપરાંત તે માહિતીના અધિકારનું પણ ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદારોને એ જાણવાનો અધિકાર છે કે પક્ષોને કોણે દાન આપ્યું છે. કેન્દ્ર સરકારની ચૂંટણી બોન્ડ યોજનાની કાનૂની માન્યતાને પડકારતી અરજીઓ પર CJI DY ચંદ્રચુડ કહે છે કે બે અલગ-અલગ નિર્ણયો છે. એક તેમના દ્વારા અને બીજો ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ લખ્યો હતો અને બંને ચુકાદા સર્વસંમત છે.
દાતાઓના નામ જાહેર કરવા જોઈએ
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કોર્પોરેટ ફાળો આપનારાઓ વિશેની માહિતી જાહેર કરવી જોઈએ કારણ કે કંપનીઓ દ્વારા આપવામાં આવેલ દાન સૂંપર્ણ રીતે બદલાની ભાવના સાથે આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે અનામી ચૂંટણી બોન્ડ યોજના કલમ 19(1)(a) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે રાજકીય પક્ષો ચૂંટણી પ્રક્રિયામાં સંબંધિત સંસ્થાઓ છે અને ચૂંટણીની પસંદગી માટે રાજકીય પક્ષોના ભંડોળ વિશેની માહિતી જરૂરી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સુપ્રીમ કોર્ટે બેંકને આપ્યા આ આદેશ
સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ઈલેક્ટ્રોરલ બોન્ડ વિશે કોર્ટને માહિતી આપવાનો આદેશ આપ્યો છે. SBI એ તરત જ ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાનું બંધ કરી દેવું જોઈએ. કોર્ટે કહ્યું કે રાજકીય પક્ષોએ જણાવવું જોઈએ કે તેમને ચૂંટણી બોન્ડમાંથી કેટલા પૈસા મળ્યા. કોર્ટે SBIને 6 માર્ચ સુધીમાં તમામ વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તમામ ઈલેક્ટોરલ બોન્ડ 15 દિવસમાં ખરીદદારોને પરત કરવામાં આવશે.
એડવોકેટ પ્રશાંત ભૂષણે શું કહ્યું?
એડવોકેટ પ્રશાંત ભૂષણનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ અને તેને લાગુ કરવા માટે કરવામાં આવેલી તમામ જોગવાઈઓને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે આ નાગરિકોના જાણવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમણે રાજકીય પક્ષોને કંપનીઓ દ્વારા અપાતા અમર્યાદિત યોગદાનને પણ સમાપ્ત કર્યું છે.
આ પણ વાંચો : SBIના ખાતાધારકો માટે મોટા સમાચાર, બેન્કે આપી મહત્વપૂર્ણ જાણકારી
ઈલેક્ટરોલ બોન્ડ એટલે શું?
વર્ષ 2018માં આ બોન્ડની શરૂઆત થઈ હતી. તેને લાગુ કરવા પાછળ એવો મત હતો કે તેનાથી રાજનિતીક ફંડિંગમાં પારદર્શિતા આવશે. તેમાં વ્યક્તિ, કોર્પોરેટ અને સંસ્થાઓ બોન્ડ ખરીદીને રાજકીય દળોને ફાળા રૂપે આપતા હતા અને રાજકીય દળો આ બોન્ડને બેન્કમાં આપી રૂપિયા મેળવતા હતા. ભારતીય સ્ટેટ બેંકની 29 શાખાઓને ચૂંટણી બોન્ડ જાહેર કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી. આ શાખાઓ નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, ગાંધીનગર, ચંદીગઢ, પટના, રાંચી, ગુવાહાટી, ભોપાલ, જયપુર અને બેંગલોરની હતી.