Border Village Ban : ભારત પાકિસ્તાન સરહદે આવેલા બાડમેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. સાથે જ આ વિસ્તારમાં આવેલા 84 ગામોમાં રાત્રે બહાર નીકળવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સાંજે 6 વાગ્યા બાદ આ વિસ્તારોમાં લોકોને પોતાના ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આધાર અને પાન કાર્ડ લિંકને લઈ થયો મોટો ખુલાસો
Border Village Ban : ભારત-પાકિસ્તાન બોર્ડર (India-Pakistan Border) પરથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજસ્થાનના બાડમેર (Badmer) જિલ્લામાં સરહદ નજીક આવેલા 84 ગામોમાં હવે રાત્રે બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ભારત અને પાકિસ્તાનની સરહદના 2 કિમી વિસ્તારની અંદર રાતે ફરવા પર લગાવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, સરહદી વિસ્તારોમાં સાંજે 6 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લોકોને ઘરની અંદર જ રહેવું પડશે. તે દરમિયાન જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળશે તો તેની પર કાયદાકીય પગલા લેવામાં આવી શકે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બાડમેર જિલ્લા અધિકારી અરુણ કુમાર પુરોહિતે આ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ 2 મહિના સુધી લાગુ રહેશે. આ આદેશ અનુસાર બોર્ડર પર આવેલા ગામોમાં રાતે ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ રાત્રે પ્રશાસનની મંજૂરી વગર બહાર ફરી શકશે નહિ. જો રાત્રી દરમિયાન ઘરની બહાર નીકળવું હોય તો પહેલા તંત્રની મંજૂરી લેવી પડશે.
84 ગામમાં લાગ્યો પ્રતિબંધ
બાડમેર જિલ્લામાં ભારત અને પાકિસ્તાન સીમા નજીક ગામોમાં રાતે ફરવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કુલ 84 ગામ આવેલા છે. તેમાં બુઠિયા, જુમા ફકીરનો નેહડો, સુન્દરા, પાંચલા, હમીરાણી, રોહિડી, સગોરાલિયા, મુનાવાવ, અકલી, મલાણા સહિતના ગામોનો સમાવેશ થાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જેસલમેરમાં પણ લાગ્યો હતો પ્રતિબંધ
આ પહેલા રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પણ આવો જ પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. જેસલમેરના કેટલાક ગામ પણ પાકિસ્તાનની બોર્ડર નજીક છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર નશીલા પદાર્થોની તસ્કરી વધવા લાગી છે. જ્યારે પાકિસ્તાન તરફથી ઘુષણખોરીની આશંકા પણ વધી હતી. એવામાં જેસલમેર નજીક 52 ગામોમાં રાતે ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.