Blast in Kenya : આફ્રિકન દેશ કેન્યામાં ભીષણ બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાય છે. ગેસ સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટમાં 165 લોકો દાઝ્યા છે. જ્યારે કેટલાક લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે. મૃતકઆંક હજુ વધી શકે છે.
આ પણ વાંચો : સુરંગ દુર્ઘટના : મજુરો સિલક્યારામાં પરત કામે આવવા નથી રાજી
Blast in Kenya : કેન્યાની રાજધાની નૈરોબીમાં 1 ફેબ્રુઆરીની મોડી રાતે ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 165 લોકો દાઝ્યા હોવાના સમાચાર છે. ધડાકાનો અવાજ સાંભળી આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 2 લોકો મોત થયા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નૈરોબીના એમ્બાકાસીમાં સ્કાયલાઈન એસ્ટેટ પાસે કન્ટેનર કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. અચાનક બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. દરમિયાન, સૂત્રોને ટાંકીને કેટલાક અહેવાલોએ જણાવ્યું હતું કે આગ ગેસ લીકેજને કારણે શરૂ થઈ હતી અને તે ઝડપથી આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદ સિરિયલ વિસ્ફોટ થયા હતા. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ
દુર્ઘટનાને લઈ આજુબાજુના લોકોમાં ભયનો માહોલ છે. બ્લાસ્ટ વખતે અહીં ઘણાં લોકો હાજર હતા. લોકોએ વિસ્ફોટની ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. સિલિન્ડર રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, વિસ્ફોટમાં ઘણાં લોકો દાઝી ગયા છે.
આ પણ વાંચો : જિયોના યુઝર્સ માટે બે જોરદાર પ્લાન લોન્ચ, 50 પૈસામાં મળશે 1GB ડેટા
આગનું કારણ હજુ અકબંધ
જોરદાર વિસ્ફોટથી ગભરાઈ ગયેલા લોકોએ પોલીસ અને ફાયર વિભાગને વિસ્ફોટની જાણ કરી હતી. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે આગ અને વિસ્ફોટ કયા કારણોસર થયો તેના ચોક્કસ કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે વિસ્ફોટ અને આગને કારણે કંપનીની ઇમારતને ભારે નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પાછળનું કારણ શોધી રહી છે.