ભરબપોરે કચ્છની ધરા ધ્રૂજી, 4ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડ્યા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

રાજ્યમાં ફરી એકવાર ભૂંકપથી ધરા ધ્રૂજી છે, ફરી એકવાર રાજ્યમાં કચ્છમાં મોટો ભૂંકપ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આજે બપોર બાદ કચ્છનાં કેટલાક ભાગોમાં ભૂકંપનાં 4 પૉઇન્ટના રિએક્ટર સ્કેલમાં આવ્યો હતો, જેનું કેન્દ્રબિન્દુ ભચાઉથી 21 કિમી દુર નોંધાયુ હતુ. આજે બપોરનાં સમયે કચ્છમાં જોરદાર ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, બપોરે 4:45 મિનિટે અનુભવ્યો આંચકો અનુભવાયો હતો, જે પૂર્વ અને પશ્ચિમ કરછમાં અનુભવાયો હતો. 4.0 ની તીવ્રતાનો આંચકો હતો. અચાનક ભૂકંપનાં ઝટકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, આ ભૂંકપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયુ હતુ. ભુજ અને ગાંધીધામમાં પણ લોકોએ આ ભૂંકપનો આંચકો

અનુભવ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નીતિશ અને પીએમ વચ્ચે ગાઢ રિલેશનશિપ – બિહારના સીએમ પર AIMIMનો ટોણો