Coaching Center Guidelines : કોંચિંગ સેન્ટરને લઈ સરકાર તરફ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ નવા નિયમો પછી કોચિંગ સેન્ટરની (Coaching Center) મનમાની પર અંકુશ લાગે એવી આશા છે.
આ પણ વાંચો : કોંગ્રેસને મોટો ઝટકો, મોટુ માથુ ગણાતા ધારાસભ્યનું રાજીનામું
રાજસ્થાનનું કોટા શહેર હોય કે દેશના અન્ય શહેરો, પ્રાઇવેટ શિક્ષણની હાટડી ચલાવનારા લોકોની દેશમાં કમી નથી. એવામાં કોચિંગ સેન્ટર બાળકોની ઉંમરની દરકાર રાખ્યા વગર તેને પોતાની સંસ્થાઓમાં પ્રવેશ આપી દે છે. ઘણી વખતે મનફાવે તેમ ફી પણ વસુલતા હોવાની ઘટના સામે આવે છે.
આવી ઘટનાઓ પર અંકુશ લગાવા કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન (Guidelines) જાહેર કરી છે. જે અંતર્ગત 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે કોંચિંગ સેન્ટરમાં (Coaching Center) પ્રવેશ આપી શકાશે નહિ. હવે કોચિંગ સંસ્થાઓ કોઈપણ વિદ્યાર્થી પાસેતી મનફાવે તેટલી ફી વસુલી શકશે નહિ. આવો અમે આપને જણાવીએ કે કેન્દ્ર સરકાર ક્યા પ્રકારના કોચિંગ સેન્ટર પર લગામ લગાવા માંગે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કઈ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે?
કોચિંગમાં જે શિક્ષકની નિમણુંક કરવામાં આવે તેણે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
એડમિશન માટે વિદ્યાર્થીઓના માતા પિતાને સારા નંબર અને રેન્કની ગેરંટી જેવા ભ્રામક વાયદાઓ કરી શકાશે નહિ.
કોચિંગ સંસ્થા 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે નહિ.
વિદ્યાર્થીની ઉંમર 16 વર્ષથી ઓછી હોવા પર સેકન્ડરી સ્કુલ પરીક્ષા બાદ જ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે.
કોંચિંગ સેન્ટરની ક્વોલિટી-સુવિધાઓના કારણે વિદ્યાર્થીના સારા પરિણામોનો દાવો કરતી ભ્રામક જાહેરાત આપી શકાશે નહિ.
જો કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછી જગ્યા હોય તો રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.
કોઈપણ નૈતિક ગુનામાં દોષિત ઠરેલા શિક્ષકને કોચિંગમાં રાખી શકાય નહીં.
કોચિંગ સેન્ટરની એક વેબસાઈટ હોવી જોઈએ, જેમાં શિક્ષકની યોગ્યતા, અભ્યાસક્રમ, કોર્ષ પૂરો થવાનો સમયગાળો, હોસ્ટેલની સુવિધા, લેવામાં આવતી ફી, જેમાં ઇઝી એક્ઝિટ પોલિસી, ફી રિફંડ પોલિસી, કોચિંગ લેતા વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતો હશે.
કોચિંગમાં અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની વિગતો પણ વેબસાઇટ પર આપવાની રહેશે.
વિદ્યાર્થીઓના શાળા સમય દરમિયાન કોચિંગ વર્ગો લેવામાં આવશે નહીં.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ફી ચૂકવણીનું માળખુ
કોચિંગ સેન્ટરો તેમના વિદ્યાર્થીઓને કોઈપણ વધારાના શુલ્ક વિના પ્રોસ્પેક્ટસ, નોટ્સ અને અન્ય સામગ્રી આપશે.
જો વિદ્યાર્થી સંપૂર્ણ ચુકવણી કર્યા પછી નિર્ધારિત સમયગાળાની મધ્યમાં કોચિંગ છોડી દે છે, તો બાકીના સમયગાળા માટે અગાઉથી જમા કરેલી ફીની બાકીની ફી 10 દિવસમાં પરત કરવાની રહેશે.
જો વિદ્યાર્થી કોચિંગ સેન્ટરની હોસ્ટેલમાં રહેતો હોય તો જો તે કોચિંગ અધવચ્ચે છોડી દે તો તેણે હોસ્ટેલ ફી અને મેસ ફી પણ પરત કરવાની રહેશે.
કોઈ ચોક્કસ કોર્સ માટે નોંધણીના આધારે ફી વધારી શકાતી નથી. જો કે, કોર્સનો સમયગાળો વધારી શકાય છે.
આ પણ વાંચો : Harani Boat Tragedy : 18 સામે ગુનો દાખલ, આ રીતે સર્જાઇ દુર્ઘટના
કોચિંગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
કોચિંગ સેન્ટરના મૂળભૂત માળખા હેઠળ, દરેક વિદ્યાર્થીને બેચ દરમિયાન ઓછામાં ઓછો એક ચોરસ મીટર વિસ્તાર ફાળવી શકાય છે. નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ.
કોચિંગ સેન્ટર બિલ્ડિંગે ફાયર સેફ્ટી કોડ્સ, બિલ્ડિંગ સેફ્ટી કોડ્સ અને અન્ય ધોરણોનું પાલન કરવું જોઈએ અને યોગ્ય અધિકારીઓ પાસેથી ફાયર અને બિલ્ડિંગ સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું જોઈએ.
વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કોચિંગ સેન્ટરમાં પ્રાથમિક સારવારની કીટ અને તબીબી સહાય/સારવારની સુવિધા હોવી જોઈએ. હોસ્પિટલો, ઇમરજન્સી સેવાઓ માટે ડોકટરો, પોલીસ હેલ્પલાઇન, ફાયર હેલ્પલાઇન, મહિલા હેલ્પલાઇન જેવી રેફલર સેવાઓની યાદી બતાવવામાં આવી જોઈએ અને વિદ્યાર્થીઓને તેના વિશે જાણકારી આપવી પડશે.
કોચિંગ સેન્ટરની ઇમારત સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિફાઇડ હશે, સારી રીતે વેન્ટિલેટેડ હશે અને બિલ્ડિંગના દરેક વર્ગખંડમાં પૂરતી લાઇટિંગ આપવામાં આવશે.
કેન્દ્રના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સલામત અને પીવાલાયક પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે.
કોચિંગ સેન્ટરમાં જ્યાં જરૂર હોય ત્યાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ. સુરક્ષા સારી રીતે જળવાવી જોઈએ.
વિદ્યાર્થીઓએ તેમની ફરિયાદ નોંધવા માટે કોચિંગ સેન્ટરમાં ફરિયાદ પેટી રાખવી જોઈએ અથવા રજિસ્ટર રાખવું જોઈએ.
કોચિંગ સેન્ટર બિલ્ડિંગ પરિસરમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ શૌચાલયની જોગવાઈ કરવામાં આવશે.
રજા માટેની માર્ગદર્શિકા
કોચિંગ ક્લાસથી શાળાની હાજરીને અસર થવી જોઈએ નહીં.
સાપ્તાહિક રજાના બીજા દિવસે કોઈ મૂલ્યાંકન-પરીક્ષા રહેશે નહીં.
સંબંધિત વિસ્તારમાં મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવારો દરમિયાન, કોંચિગ સેન્ટર રજાઓને એ રીતે કસ્ટમાઇઝ કરવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે જોડવા માટે સક્ષમ રહે અને તેઓ ભાવાત્મક પ્રેરણા મળે.
નિયમના ભંગ બદલ દંડ ભરવો પડશે
પહેલીવાર નિયમનો ભંગ કરવા બદલ 25 હજાર દંડ ભરવો પડશે.
બીજીવાર જો નિયમનો ભંગ કરવામાં આવે તો 1 લાખ સુધીનો દંડ ભરવો પડી શકે છે.