રાજકોટ શહેરમાં (Noise Pollution in Rajkot) જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે માઇક સીસ્‍ટમવાળાઓએ અવાજના

Noise Pollution in Rajkot: રાજકોટમાં ધ્‍વનિ પ્રદૂષણ ફેલાવશો તો થશે કાયદેસરની કાર્યવાહી, પ્રતિબંધાત્મક આદેશો થયાં જાહેર

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rajkot: રાજકોટ શહેરમાં (Noise Pollution in Rajkot) જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે માઇક સીસ્‍ટમવાળાઓએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદાના નિર્દેશો મુજબ ધ્‍વનિ પ્રદૂષણ નિયમો-2000 (The Noise Pollution (Regulation & Control) Rules, 2000) અન્‍વયે ધ્‍વનિની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. તેનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સામાન્‍ય રીતે, તહેવારો દરમિયાન તેમજ લગ્‍નપ્રસંગો અને મેળાવડા દરમિયાન લાઉડ સ્‍પીકર, ડ્રમ, પબ્‍લીક એડ્રેસ સીસ્‍ટમના ઉપયોગથી તેમજ રહેણાંક વિસ્‍તારમાં થઇ રહેલી ઔદ્યોગિક પ્રવૃતિ, વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે અને બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોના કારણે ધ્‍વનિ પ્રદૂષણ (Noise Pollution in Rajkot) ફેલાતુ જોવા મળે છે. આથી, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવએ અવાજનું પ્રદૂષણ ફેલાવવા ઉપર પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જે મુજબ માઇક સીસ્ટમ ભાડે આપનાર માલીક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરની હકુમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાંકોની નજીકમાં આવેલી ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી શકાશે નહીં.

આ પણ વાંચો: રાજકોટમાં CCTV કેમેરા અંગે આદેશ ફરમાવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

વધુમાં, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાના શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક સીસ્ટમનો ઉપયોગ થઇ શકે નહીં. કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો, ગાયનોનો માઇક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમોનો અમલ કરવા તેમજ નાચગાન, ગરબી જાહેરમાર્ગમાં રોકાઇને કરવા નહીં. આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા. 01/01/2024થી તા. 29/02/2024 સુધી અમલમાં રહેશે. (Noise Pollution in Rajkot) જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.