ભારત જોડો બાદ રાહુલ ગાંધી કરશે 6200 કિમીની ભારત ન્યાય યાત્રા

ખબરી ગુજરાત રાજકારણ
Spread the love

Bharat Nyaya Yatra : ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ ભારત ન્યાય યાત્રા પર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. આ યાત્રાનો રૂટ પૂર્વોત્તર રાજ્ય મણિપુરથી શરૂ થઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધીનો હશે. આ યાત્રામાં કોંગ્રેસ 6200 કિમીનું અંતર કાપશે.

આ પણ વાંચો : પહેલવાનોને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, જાણો શું થઈ વાતચીત?

PIC – Social Media

Bharat Nyaya Yatra : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સફળતા બાદ હવે કોંગ્રેસ ભારતમાં બીજી યાત્રાએ નીકળવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ વખતે કોંગ્રેસની યાત્રા મણિપુરથી મુંબઈ સુધી થશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિમીનું અંતર કાપશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભારત ન્યાય યાત્રાની શરૂઆત 14 જાન્યુઆરીએ થશે, જે 20 માર્ચ સુધી ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરડે આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જો કે આ યાત્રાનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે કે અન્ય કોઈ તેને લઈ પાર્ટીએ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 7 સપ્ટેમ્બર, 2022થી શરૂ થયેલી યાત્રા આશરે 5 મહિના ચાલી હતી. ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસે અલગ અલગ રાજ્યોના નેતા રાહુલ ગાંધી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા ચાલ્યા હતા. આ યાત્રા દ્વારા કોંગ્રેસે આશરે 3500 કિમીનો પ્રવાસ કર્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કોંગ્રેસ પાર્ટી અનુસાર, ભારત જોડો યાત્રાનો મુખ્ય હેતુ, ઘૃણા, ભય અને કટ્ટરતાની રાજનીતિ સાથે લડવાનો હતો. તે સિવાય કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આકાંક્ષાઓની ઉપેક્ષા અને રાજકીય કેન્દ્રીકરણ તેમજ અન્યાય વિરુદ્ધ લડવાનો છે.

કેટલા રાજ્યોમાંથી પસાર થશે યાત્રા?

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 14 જાન્યુઆરીએ મણિપુરમાં ભારત ન્યાય યાત્રાને લીલી ઝંડી આપશે. આ રીતે આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. ભારત ન્યાય યાત્રા 14 રાજ્યોના 85 જિલ્લામાંથી પસાર થશે. ભારત ન્યાય યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થવાની છે.