IND vs ASU T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની પાંચમી મેચ આજે બેંગલોરમાં રમાનાર છે. આ મેચમાં તમામ લોકોની નજર ઓપનાર ઋતુરાજ ગાયકવાડ (Rituraj Gaekwad) પર રહેશે. ઋતુરાજ 19 રન બનાવી એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવશે.
આ પણ વાંચો : IIT વિદ્યાર્થીઓને બખ્ખા, 1 કરોડથી વધુ પગાર આપવા કંપનીઓ તૈયાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 5 મેચોની સિરિઝમાંથી આજે બેંગલોરમાં છેલ્લી મેચ રમાનાર છે. બંને ટિમ વચ્ચે આ મેચ બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યે રમાશે. ભારતીય ટીમ 3-1થી સિરિઝ જીતી ચૂકી છે. ત્યારે આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા મોમેન્ટમ યથાવત રાખશે.
ઋતુરાજનું શાનદાર ફોર્મ
આ મેચમાં સૌની નજર ઓપનર ઋતુરાજ ગાયકવાડ પર રહેશે. જે ઈતિહાસ રચવાથી માત્ર 19 રન દૂર છે. ઋતુરાજ 19 રન બનાવતા જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરશે. તે દ્વિપક્ષીય ટી20 સિરિઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. ગાયકવાડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલની સિરિઝમાં કુલ ચાર મેચ રમીને 71ની એવરેજ થી 213 રન બનાવી ચૂક્યો છે. જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
જણાવી દઈએ, કે ભારતીય ટીમ તરફથી દ્વિપક્ષીય ટી20 સિરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીએ વર્ષ 2021માં ઘરઆંગણે રમાનાર ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરિઝમાં 231 રન બનાવ્યાં હતા. કેએલ રાહુલ આ મામલે હાલ બીજા નંબર પર છે. રાહુલે 2020માં ન્યુઝીલેન્ડ સામેની ટી20 સિરિઝમાં 224 રન બનાવ્યાં હતા.
આ મેચમાં સુંદર-દુબેને મળી શકે છે તક
પાંચમાં ટી20 મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. આ મેચમાં સ્પિનર વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે. જેથી સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા તેઓને પ્રેક્ટિસ મળે. સુંદર છેલ્લા કેટલાક સમયથી ઈજાગ્રસ્ત છે. સુંદરને અક્ષર પટેલની જગ્યાએ પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે. તેની સાથે જ ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ આ મેચમાં તક મળે તેવી શક્યતા છે.
આ પણ જુઓ : વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં ભારતીયોનો દબદબો
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ-11 : ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસવાલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કિપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, દિપક ચહર, મુકેશ કુમાર
ટીમ ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ-11 : જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડરમોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (વિકેટકિપર, કેપ્ટન), બેન ડ્વારશુઇસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા.