કોઈ અગમ્ય કારણોસર બે માસુમ બાળકીઓ સાથે માતાએ કૂવામાં ઝંપલાવવી આપઘાત કરવાની ઘટના ગોંડલ તાલુકાના મસીતાળા ગામમાં સામે આવી છે.

Rajkot: ગોંડલના મસીતાળામાં બે માસુમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવતી માતા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot: કોઈ અગમ્ય કારણોસર બે માસુમ બાળકીઓ સાથે માતાએ કૂવામાં ઝંપલાવવી આપઘાત કરવાની ઘટના ગોંડલ (Gondal) તાલુકાના મસીતાળા (Masitala) ગામમાં સામે આવી છે. ગોંડલથી 18 કીમી દુર મસીતાળા ગામે મહીલાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે ગામ બહાર આવેલા ગ્રામ પંચાયતના કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા મસીતાળામાં અરેરાટી મચી જવા પામી હતી.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

બનાવની જાણ ગોંડલ પોલીસ તથા ફાયરબ્રિગેડને કરાતા માતા પુત્રીઓના મૃતદેહ કુવા બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યાં હતા. બનાવની કરુણતા એ છે કે મહીલાના પતિએ પણ બે વર્ષ પહેલા આપઘાત કર્યા હતો.

પ્રાપ્ત વિગત મુજબ મસીતાળા રહેતા અને પશુપાલન તથા દુધનો વ્યવસાય કરતા રામભાઇ વિજાણીના પરણીત પુત્રી રાણીબેન દેવરામભાઇ માલાણી ઉ. 30 બપોરના સુમારે પોતાની બે વર્ષની જોડિયાં બાળકીઓ રાજલ અને વેજલને લઈ ગામની બહાર આવેલા ગ્રામ પંચાયતના પાણી ભરેલા 80 ફુટ ઉંડા કુવામાં ઝંપલાવી આપઘાત કર્યા હતો.

થોડી કલાકોમાં માતા પુત્રીઓની લાશ પાણીમાં તરતી હોય ગ્રામજનો એકઠા થઈ સુલતાનપુર પોલીસ તથા ગોંડલ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર વાછાણી તરવૈયાઓની ટીમ સાથે મસીતાળા દોડી ગયા હતા. અને કુવામાંથી ત્રણેય મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

કોઈ અગમ્ય કારણોસર બે માસુમ બાળકીઓ સાથે માતાએ કૂવામાં ઝંપલાવવી આપઘાત કરવાની ઘટના ગોંડલ તાલુકાના મસીતાળા ગામમાં સામે આવી છે.

પોલીસ સુત્રો અનુસાર બન્ને માસુમ બાળકીઓ સાથે કુવો પુરી મોતને વ્હાલું કરનાર રાણીબેનનાં લગ્ન પાંચ વર્ષ પહેલા જુનાગઢના પાદરીયા ગામે દેવરામભાઇ સાથે થયા હતા.

બે વર્ષ પહેલા દેવરામભાઇએ પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરીદવા પીયને આત્મહત્યા કરી હતી. એ સમયે રાણીબેન સગર્ભા હતા, પતિના મૃત્યુ બાદ રાણીબેન મસીતાળા પિતાને ત્યાં માવતર રહેવા આવી ગયા હતા. અને બે જોડિયાં દિકરીઓને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો: વિનામુલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી થકી જેતપુરનાં છ વર્ષીય યતિકને મળ્યું વાણી-શ્રવણનું સુખ

બનાવને પગલે પરીવાર હતપ્રત બનવા પામ્યો હતો. અને બે માસુમ બાળકીઓ સહિત માતાની અર્થી ઉઠતા મસીતાળા શોકમગ્ન બન્યુ હતુ. બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથકના મયુરભાઈ સોલંકીએ પીએમ સહિતની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.