ભાઇબીજના પ્રસંગે દ્વારકાના ગોમતી ઘાટ, સ્નાન કરવા ઉમટ્યા ભાઇ-બહેનો

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Shivangee R Khabri Media Gujarat
Dwarka, Gomti Ghat : ગુજરાતમાં અત્યારે તહેવારો અને રજાઓનો માહોલ જામ્યો છે, ત્યારે મોટાભાગના લોકો જુદાજુદા દેવી-દેવતાઓન મંદિરે દર્શન માટે આવ્યા છે. આજે જગત મંદિર દ્વારકામાંથી ખાસ દ્રશ્યો આવ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર આજે વહેલી સવારથી ભારે ભીડ આવી છે. ખાસ વાત છે કે, આજે ભાઇ બીજના તહેવારને લઇને દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું અનોખું મહત્વ છે.

જગત મંદિર દ્વારકાના ગોમતી ઘાટ પર સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉભરાણી છે, આજે ભાઇ બીજના પ્રવિત્ર તહેવારને લઇને ગુજરાતીઓ દ્વારકા પહોંચ્યા છે, અને અહીં ગોમતી નદીમાં સ્નાન કરીને સારું અનુભવી રહ્યા છે. ગઇકાલથી ગુજરાતીઓનું નવુ વર્ષ 2080 શરૂ ચૂક્યુ છે, આજે તેનો બીજો દિવસે એટેલે કે ભાઇબીજનો તહેવારનો દિવસ છે. કહેવાય છે કે, પવિત્ર ગોમતી નદીમાં આજે સ્નાન કરવાથી ભાઇને લાંબુ આયુષ્ય મળે છે, આજે અહીં હજારોની સંખ્યામાં ભાઈઓ પોતાની બહેનો સાથે આવી રહ્યા છે. ગોમતી ઘાટ પર સ્નાન કરવા માટે અહીં ભારે ટ્રાફિક આવ્યો છે. એટલુ જ નહીં આજે સાંજે ગોમતી કાંઠે મહા આરતી અને ચૂંદડી મનોરથ થયા છે અને મન્ગના દીવા પ્રગટયા છે.

READ: ભાઇબીજના પ્રસંગે દ્વારકાના ગોમતી ઘાટ, સ્નાન કરવા ઉમટ્યા ભાઇ-બહેનો

આ તહેવારો ટાણે અહીં હજુ પણ વધુ પ્રવાસીઓનો ધસારો રહે તેવી પુરેપુરી શક્યતા છે. લાભ પાંચમ સુંધી ૨ લાખથી પણ વધુ પ્રવાસીઓ માતાનાં મઢ પહોંચશે, જેને લઇને પહેલાથી જ માતાનાં મઢ ટ્રસ્ટ દ્વારા ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કચ્છમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે, સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે.