Surat: ચાલુ એમ્બ્યુલન્સમાં યુવક-યુવતીની કામલીલાનો Video Viral

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

Surat Viral Video : સુરતમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતી ચૂંબન કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચાલુ એમ્બ્યુલન્સમાં કપલની કામલીલા કેમેરામાં કેદ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. હાલ આ વિડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એમ્બ્યુલન્સ દર્દીઓની સેવા માટે વાપરવામાં આવે છે ત્યારે દર્દીની જગ્યાએ પ્રેમરોગી કપલ કામક્રીડામાં મસ્ત થઈ જતા એનેક સવાલો ઉઠી રહ્યાં છે.

આ પણ વાંચો : બ્લુ આધાર કાર્ડ વિશે ક્યારેય સાંભળ્યું છે? જાણો શું છે બ્લુ આધાર કાર્ડ

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

મળતી માહિતી અનુસાર આ વિડિયો સુરતના અડાજણ વિસ્તારમાં સરદાર બ્રિજ પરનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યાં રોડ પર GJ 05 BZ 9328 નંબરની ચાલુ એમ્બ્યુલન્સમાં એક યુવક અને યુવતી એક બીજાને ચૂંબન કરતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. સામાન્ય રીતે એમ્બ્યુલન્સના કાચ ઝાંખા હોય છે, ત્યારે તેનો ગેરફાયદો લઈ, જાણે કોઈ જોતું ન હોય તે રીતે એક બીજાની કામલીલામાં મસ્ત થયેલા જોવા મળ્યાં હતા. તે દરમિયાન કોઈ રાહદારીએ પોતાના મોબાઈલના કેમેરામાં વિડિયો ઉતારી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો? તો આ વસ્તુઓના સેવનથી રહો દૂર

જે હોય તે, પરંતું હાલ તો આ વિડિયો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ આ મામલે તપાસની માંગ ઉઠી રહી છે. ડાયમંડ નગરીમાં આ પ્રકારે અભદ્ર ચેનચાળાનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.