દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે. શાળાઓમાં 9 થી 18 નવેમ્બર સુધી શિયાળાની રજા જાહેર કરવામાં આવી છે.

દિલ્હી પ્રદૂષણથી ત્રાહિમામ, સરકારે આપ્યો શાળાઓને બંધ કરવાનો આદેશ

રાષ્ટ્રીય
Spread the love

Dinesh Rathod, Khabri Gujarat
Pollution in Delhi: દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે. શાળાઓમાં 9 થી 18 નવેમ્બર સુધી શિયાળાની રજા જાહેર કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે બાળકોને ડિસેમ્બરને બદલે નવેમ્બરમાં શિયાળાની 10 દિવસની રજાઓ મળી રહી છે. આ રજાઓ વીંટર બ્રેક (Winter School Break in Delhi) સાથે એડજસ્ટ કરવામાં આવશે. દિલ્હી સરકારે કહ્યું છે કે ડિસેમ્બર-જાન્યુઆરીનો વીંટર બ્રેક હવે એડજસ્ટ કરવામાં આવશે. દિલ્હી સરકારે રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે, જેથી બાળકોને સુરક્ષિત રાખી શકાય.

દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બુધવારે કહ્યું કે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પડોશી રાજ્યોએ શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે સર્વસંમતિથી એક ફોર્મ્યુલા વિકસાવવી જોઈએ. અને આ મુદ્દે કોઈ રાજકારણ ન થવું જોઈએ. સમસ્યાનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરતાં, તેમણે કહ્યું કે તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. કારણ કે તે યુવાનોના સ્વાસ્થ્યને અસર કરે છે. નાયડુએ કહ્યું કે વાયુ પ્રદૂષણની સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે દિલ્હી ભારતની રાજધાની છે અને તેમાં કોઈ રાજનીતિ ન હોવી જોઈએ.

અરવિંદ કેજરીવાલ સરકારે બુધવારે બપોરે કહ્યું કે શહેરમાં સતત છ દિવસથી ફેલાતા ઝેરી ધુમાડાને કારણે દિલ્હીની શાળાઓ 9 થી 18 નવેમ્બર સુધી શિયાળાની રજાઓ માટે બંધ રહેશે. દિલ્હી સરકારે તમામ શાળાઓને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચે આવતી રજાઓને એડજસ્ટ કરી હતી.

આ પણ વાંચો: MP Election 2023 : CM ભૂપેન્દ્ર પટેલે ગણાવી શિવરાજસિંહની સિદ્ધિઓ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે. આ દિવસોમાં દિલ્હી જાણે ગેસ ચેમ્બર બની ગયું છે. સર્વત્ર ધુમાડાની કાળી ચાદર જોવા મળી રહી છે. લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. જેના કારણે દિલ્હી સરકારે બાંધકામ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ટૂંક સમયમાં ઓડ-ઇવન નિયમ પણ લાગુ થવા જઈ રહ્યો છે. હવે દિલ્હી સરકારે બાળકોની રજાઓ 19 નવેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે આ રજાઓ ડિસેમ્બરથી શિયાળાની રજાઓમાંથી સરભર કરવામાં આવશે.