Tiger 3 : સલમાન ખાન નીકળ્યો રિયલ ટાઈગર, જાણો કઈ રીતે?

ખબરી ગુજરાત મનોરંજન
Spread the love

Jagdish, Khabri Media Gujarat

બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) ચોકલેટી ઈમેજ છોડી એક્શન હીરો તરીકે પોતાની ઈમેજ મજબૂત બનાવી છે. સલમાન ખાનની ફિલ્મોમાં તેની ઝલક પણ જોવા મળે છે. આ દિવાળી એટલે કે 12 નવેમ્બરે સલમાન ખાની(Salman Khan) ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) રિલીઝ થવા જઈ રહી છે. ભાઈજાનના ફેન્સ વધુ એક વાર મોટા પરદે સલમાન અને કેટરીનાને એક સાથે જોઈ શકશે.

આ પણ વાંચો : બિહારમાં થઈ શકે છે 75% અનામત, CM નીતીશ કુમારે મૂક્યો વિધાનસભામાં પ્રસ્તાવ

PIC – Social Media

પરંતુ શુ તમે જાણો છો, કે ફિલ્મના એક્શન સીનના શૂટિંગ દરમિયાન સમલાન ખાન(Salman Khan) ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

જી હાં, એક્શન થ્રિલર ફિલ્મ ટાઈગર 3(Tiger 3)માં કેટલાક શ્વાસ ઊંચા કરી દેતા એક્શન સીન્સ ફિલ્માવામાં આવ્યાં છે. ફિલ્મમાં એક મેઈન રૂફટોપ સીન છે, જેને સિલ્વર સ્ક્રીન પર રિયલ બતાવવા માટે ખુદ સલમાન ખાને કર્યો છે. આ સીન દરમિયાન જ સલમાન ખાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જો કે એક્શન સીન્સના શૂટિંગ વખતે પૂરી સેફ્ટિનું ધ્યાન રાખવામાં આવે છે. આમ છત્તા એક્શન સીન દરમિયાન સલમાન ખાનને ખભામાં ઈજા પહોંચી હતી.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

સલમાન ખાન અને નિર્માતાનો ગોલ આ ફિલ્મને વર્ષની સૌથી મોટી ઈવેન્ટ ફિલ્મ બનાવાનો છે. એટલે જ આ ફિલ્મમાં કેટલાક વર્લ્ડક્લાસ સીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફેન્સ અને દર્શકોને ફિલ્મમાં એક અલગ એક્સપિરિયન્સ આપવા માટે કેટલાક બેસ્ટ એક્શન કોરિયોગ્રાફર લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : માત્ર રૂપિયા 5માં મળશે ભરપેટ ભોજન, જાણો કોને મળશે લાભ?

ટાઈગર 3ની એડવાન્સ બુકિંગ 5 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારના પ્રમોશન વગર રિલીઝના પાંચ દિવસ પહેલા જ ફિલ્મે 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ત્યારે ફિલ્મને લઈ નિર્માતા અને નિર્દેશકનો આત્મવિશ્વાસ વધી ગયો છે. બીજી બાજુ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ માટે તૈયાર છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ટાઈગર 3 ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. જેમાં સલમાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશમી સાથે ટાઇટલર અને ઓજી જાસૂસ ટાઇગરના રૂપે વાપસી કરશે. એવામાં જો તમે પણ સલમાનના મોટા ફેન્સ છો તો આ ફિલ્મને તમે 12 નવેમ્બરે એન્જોઈ કરી શકશો.