તાળી પાડો અને રામનું નામ લો તો હાર્ટ અટેક અડશે પણ નહીં: મોરારી બાપુ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Shivangee R Khabri Media Gujarat

મહુવામાં રામકથા પૂર્ણ કર્યા બાદ તેઓ ચિંતિત હતા. મોરારી બાપુએ કહ્યું કે જો તમે તાળીઓ પાડીને રામનું નામ બોલો તો તમને હાર્ટ એટેક નહીં આવે.

Heart Attack: હાર્ટ એટેકથી થઈ રહેલા મોતને લઈને મોરારિ બાપુએ ચિંતા વ્યક્ત કરી છે. મહુવા ખાતે રામકથાની પૂર્ણહુતિ સમયે તેમણે ચિંતા વ્યક્ત કરી. મોરારી બાપુએ કહ્યું કે, તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ અટેક નહીં આવે. તેમણે વધુમાં કહ્યું કે, હાર્ટ અટેકથી બચવા તાળી પાડો, બંધ નળીઓ ખુલી જશે. તાળી પાડવાથી હાર્ટ અટેકથી નહીં આવે.

મહુવા ખાતે ચાલતી રામકથાની પૂર્ણાહુતિ સમયે મોરારિબાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી. મોરારિબાપુએ કથા દરમ્યાન તાળી પાડીને રામ નામ લ્યો ભજન ગાતાં સમયે હાર્ટ એટેક પર વાત કરી. મોરારી બાપુએ કહ્યું હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ જેટલી બંધ નળીઓ હશે બધીખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા તેમને ક્યારેય હાર્ટ એટેક ના આવતા. ગામડાનાં લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલી ને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો ને આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ. હુ કહું છું વહાલા તાલી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહિ આવે. આ ઉપરાંત શહેરના ફતેગંજમાં પણ બીજી એક હાર્ટ એટકની ઘટના સામે આવી હતી, ફતેગંજના કમાટીપુરામાં રહેતો 47 વર્ષીય સંતોષ દેસાઈને ફરજ હતો તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં સંતોષને સારવાર અર્થે ગોત્રી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

જ્યમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે, હાલમાં વડોદરામાંથી વધુ બે યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યાના સમાચાર સામે આવ્યા છે. ખાસ વાત છે કે, આ સાથે જ છેલ્લા 15 દિવસતી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 11 સુધી પહોંચી ગઇ છે.  મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાંથી વધુ બે યુવાઓના હાર્ટ એટેકથી મોત થયા છે. છેલ્લા 15 દિવસમાં હાર્ટ એટેકથી કુલ 11 લોકોના મોત થયાના સમાચાર છે. આજે સવારે વડોદરાના વાઘોડિયા રૉડ અને તે વિસ્તારમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે, વાઘોડિયા રૉડ પર રહેતો 37 વર્ષીય તત્સતકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો હતો ત્યાં તેને અચાનક ગભરામણ થઇ અને ઢળી પડ્યો હતો. બાદમાં તેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

READ: Elvish Yadav Case : શા માટે કરાઈ પોલીસ ઈન્ચાર્જ પર કાર્યવાહી?