ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બે દિવસીય ગુજરાત-અમદાવાદ પ્રવાસે છે. આજે સવારે તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી

ઉત્તરાખંડના CM ધામીએ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri Media
Gandhinagar: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બે દિવસીય ગુજરાત-અમદાવાદ પ્રવાસે છે. આજે સવારે તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાબા કેદારનું સ્મૃતિચિહ્ન પણ અર્પણ કર્યું હતું.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટના સફળ બે દાયકા તેમજ આગામી જાન્યુઆરીમાં યોજાનારી VGGS 2024ના સંદર્ભમાં વિવિધ રાજ્યોમાં રોડ-શોના આયોજન બાબતે ચર્ચા કરી હતી.

આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરપ્રાંતિય ઉત્તરાખંડવાસીઓની માંગ પર અમદાવાદમાં ઉત્તરાખંડ ભવન બનાવવા માટે સહકાર માંગ્યો હતો.

ગુજરાત અને ઉત્તરાખંડ બંને રાજ્યોમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની ચર્ચા કરવા ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શા માટે કરી સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદીની અપીલ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બે દિવસીય ગુજરાત-અમદાવાદ પ્રવાસે છે. આજે સવારે તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સ્વતંત્રતા ચળવળના મુખ્ય કેન્દ્ર સાબરમતી આશ્રમ (સત્યાગ્રહ આશ્રમ) પહોંચ્યા હતા. અહીં તેમણે સ્વતંત્રતા ચળવળના મુખ્ય રાજકીય અને આધ્યાત્મિક નેતા મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. તેમજ ત્યાં ચરખો કાંતતા પણ શીખ્યા.