સાસણ સિંહ સદન ખાતે વન્યપ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે

Junagadh: વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલની જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની જોઈન્ટ મીટ યોજાઈ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri Media
Junagadh: સાસણ સિંહ સદન ખાતે વન્યપ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ જોઈન્ટ મીટ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં દિવાળી પર્વ નજીકના દિવસોમાં આવી રહ્યું હોવાથી.

આ સમય દરમિયાન સાસણ સહિતના સ્થળોએ સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે, ત્યારે વન વિભાગ અને પોલીસ દ્વારા ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા માટે પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે જરૂરી સંકલન કરવામાં આવશે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા માટે પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, વન વિભાગ અને પોલીસ સંયુક્ત રીતે કરશે કામ

મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગીર સાસણને વન્યપ્રાણી સંરક્ષણ માટે દેશના બીજા રાજ્યો એક મોડલ સ્વરૂપે જુએ છે. ત્યારે વાઇલ્ડ લાઈફ સંબંધી ક્રાઇમ નહીવત બને તે દિશામાં આગળ વધવું જોઈએ. ઉપરાંત ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા માટે કડક સાથે કાર્યવાહી કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ સાથે તેમણે વન્ય પ્રાણીઓ સામેના ગુન્હોઓ અટકાવવા જરૂરી આગોતરા પગલા લેવા, અન્ય એજન્સીઓ સાથે સંકલન વગેરે બાબતોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગેરકાયદેર સિંહ દર્શન કરાવનાર સામે સખ્તીથી કાર્યવાહી કરાશે

એસપી હર્ષદ મહેતાએ ગીરના સિંહ ગુજરાત તજ નહીં સમગ્ર રાષ્ટ્રની વિરાસત છે, ત્યારે તેના સંવર્ધન સંરક્ષણમાં ઉણપ ન રહેવી જોઈએ. ખાસ કરીને વન્ય પ્રાણીઓ સબંધી ગુન્હાઓ અટકાવવા માટે સતત પેટ્રોલિંગની સાથે ચેકિંગ હાથ ધરવા માટે કહ્યું હતું. પરપ્રાંતીય સહિતના શકમંદો પર સતત નજર રાખવી જોઈએ. ઉપરાંત પોલીસ અને વન વિભાગ સાથે ગુનાઓ- ગુનેગારો સંબંધી માહિતી પરસ્પર સંકલનથી આદાન-પ્રદાન થતી રહે તે પણ જરૂરી ગણાવ્યું હતું.

સાસણ સિંહ સદન ખાતે વન્યપ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે એસપી મનોહરસિંહ જાડેજા સૂચન મુજબ આ સેલની અસરકારકતા વધારવા માટેના સૂચનો આવકારતા અન્ય પ્રાણી સંબંધી ગુનાઓ અટકાવવા વન વિભાગ અને પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ, અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોનું રજીસ્ટ્રેશન, વન્ય પ્રાણી સંબંધી વસ્તુઓ વેચનાર સામે કડક કાર્યવાહી સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવા. ઉપરાંત સામાન્ય રીતે વન્ય પ્રાણીઓના શિકાર માટે વપરાતી દેશી બંદૂક વગેરે મુદ્દા રજૂ કર્યા હતા.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

આ બેઠકમાં હોમ સ્ટેમા આવતા પ્રવાસીઓની યોગ્ય રીતે નોંધણી થાય તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રોબેશનરી IFS વિકાસ યાદવે પણ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભમાં પ્રશાંત તોમરે શાબ્દિક સ્વાગત અને અંતે ટાસ્ક ફોર્સના ડીએફઓ દક્ષાબેન ભારાઈએ આભાર વિધિ કરી હતી.

આ પણ વાંચો: Rajkot News: જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવા પોલીસ કમિશનરનો આદેશ

આ બેઠકમાં ગીર આસપાસના પોલીસના થાણા અધિકારી અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અધિક્ષક ઈજનેર બી.ડી. પરમાર, માર્ગ અને મકાન વિભાગમાંથી વિવેક ગૌસ્વામી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.