બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર સરકાર થઈ મહેરબાન

બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર સરકાર થઈ મહેરબાન

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Harshjit Jani, Gujarat, Khabri media, Gandhinagar: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ બાદ હવે રાજ્ય સરકાર બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર મહેરબાન થઈ છે. દિવાળી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા બોર્ડ અને નિગમના કર્મચારીઓના મોંઘવારી, ઘરભાડું, મેડિકલ સહિતના વિવિધ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, આ કર્મચારીઓને હવે સાતમાં પગારપંચ મુજબ વિવિધ ભથ્થા અને લાભો મળશે. જ્યારે ખોટ કરતાં બોર્ડ-નિગમના કર્મીઓને આ લાભ મળશે નહિ તેવી સ્પષ્ટતા કરાઇ છે.

રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણયલેવાયો છે. જેમાં દિવાળી અગાઉ બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કરાયો છે. જેમાં આ કર્મચારીઓના ઘર ભાડું, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબનાં ભથ્થા કર્મચારીઓને મળશે.

રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ અને નિગમનાં કર્મચારીઓને આ લાભ આપવામાં આવશે. જો કે, રાજ્ય સરકારના ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહીં, તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. કેન્દ્રીય સાતમાં પગારપંચનો રાજ્ય સરકારની મંજૂરીથી લાભ મેળવતા રાજ્ય સરકાર હસ્તકનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને ઘરભાડું, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થાનો લાભ આપવામાં આવેલ છે.

રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબનાં ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ સુવિધાઓનો લાભ તેઓને શરતોનો આધીન આપવાનું ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી શરતો:
(1) રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને જેમને નાણાં વિભાગનાં પરામર્શમાં રાજ્ય સરકારની મંજૂરીથી સાતમાં પગારપંચનાં લાભ અપાયેલ છે. ત્યારે શરતોનો અમલ કરેલ હશે તેવા જાહેર સાહસો-બોર્ડ-નિગમોને આ શરતો લાગુ પડશે.

(2) છઠ્ઠા પગારપંચ અન્વયે જે જાહેર સાહસોમાં ઘરભાડાં ભથ્થા, સ્થાનિક વળતર ભથ્થા, તબીબી ભથ્થા તથા પરિવહન ભથ્થાનાં લાભ ગુજરાત મુલકી સેવા નિયમો 2022 ને આધીન આપવામાં આવતા હશે તેવા જાહેર સાહસોને જ આ ભથ્થા મળવાપાત્ર થશે.

(3) ઠરાવની સૂચનાઓનો અમલ કરવા માટે જે તે બોર્ડ-નિગમો દ્વારા પોતાનાં કાર્યવાહક મંડળ, બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં જરૂરી ઠરાવ પસાર કરવાનો રહેશે તથા અમલવારીની જાણ નાણાં વિભાગને અચૂક કરવાની રહેશે.