રામે રામ રમાડયા રાવણ રોળ્યો માં!

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Shivangee R Gujarat Khabrimedia

માનવજીવન સતત દિન-રાત સંગ્રામ ચાલ્યા કરે છે. સત્ય અને અસત્ય, ન્યાય અને અન્યાય પુણ્ય અને પાપ, પ્રકાશ અને અંધકાર વગેરેનાં દ્વંદ્વોથી જીવન અને જગત ઘેરાયેલાં છે. અસત્ય, અન્યાય, અસવૃત્તિ, પાપ અને અંધકાર ઉપર વિજય મેળવવો એ જ સાચો વિજય. આવા સાચા વિજયનું પ્રેરક પર્વ એટલે વિજયાદશમી. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા ભગવતીની મૂર્તિ કે માંડવી સમક્ષ દેહની ગાગરમાં દીવડો પ્રગટાવીને પ્રકાશની આરાધના કરીને, ચેતનવંતી શક્તિ મેળવીને, તે શક્તિ દ્વારા દુરાચાર અને દુર્ગુણ જેવાં આસુરી તત્ત્વો ઉપર વિજય મેળવવાનો સંકલ્પ કરવો તે વિજયાદશમીનો દિવસ.

દૈવી ભાગવતમાં મહિષાસુરનો સંહાર
દૈવી ભાગવતમાં મહિષાસુરનો સંહાર મહિષાસુરના ત્રાસથી દેવો પરેશાન થઈ ગયા હતા. અંતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ક્રોધમાંથી, એના તેજસમૂહમાંથી કલ્યાણમયી દૈવીશક્તિનો આવિર્ભાવ થયો. બધા દેવોએ આ દેવીને પોતાનાં શસ્રો આપ્યાં. તે પછી દેવીશક્તિ ભવાની અને મહિષાસુર વચ્ચે આસો સુદ એકમથી દસમ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું

વિજયાદશમી વિશે કાકા કાલેલકર.

કાકા કાલેલકર કહે છે કે વિજયાદશમીના તહેવારોમાં ચાષર્થ એકત્ર થયેલ દેખાય છે. આપણોમાં સરસ્વતીપૂજન અને વિદ્યાનો આમ, ક્ષત્રિયોમાં શસજન અને અપુજન તેમ જ વૈશ્યોની ખેડૂતોની ખેતી. નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં જ્ઞાનની દેવી સરસ્વતીનું આવાન-પૂજન થાય છે. એમાં ધાર્મિક પુસ્તકો કાઢીને એક રંગીન પાટ ઉપર મૂકીને તે વિદ્યાધનની પૂજા કરાય છે, પરંતુ આજે આવું દશ્ય ભાગ્યે જ જોવા મળે છે.

આ પણ વાંચો: ગુજરાતને ડરાવી રહ્યાં છે હાર્ટએટેકના કેસ; રાજ્યમાં એકસાથે ત્રણ યુવકોના મોત

અને દસમના દિવસે મહિષાસુરનો સંહાર થયો. દેવીશક્તિના આ વિજયનો ઉત્સવ નવરાત્રિના દસમા દિવસ વિજયાદશમી રૂપે ઊજવાય છે. આતંકવાદી દૈત્યો સામે લડવાની દૈવીશક્તિ મેળવવાનો સંદેશ આ તહેવાર આપણને આપે છે. આજના દૈત્યો-રાક્ષસો આતંકવાદીઓ અને ભ્રષ્ટાચારીઓ છે. આવા દૈત્યોની સાથે માથું ઊંચકવાનો તહેવાર એટલે વિજયાદશમી.

પુરાણોમાં દેવાસુર-સંગ્રામ પણ રજૂ થયો છે :

માથાભારે વૃત્રાસુર નામના દૈત્યે સૃષ્ટિમાં ભારે ઉત્પાત મચાવી મૂક્યો. ત્રસ્ત થયેલી સૃષ્ટિ દેવરાજ ઈન્દ્રના શરણે ગઈ. અન્યાય અને અત્યાચારના પ્રતીક સમા વૃત્રાસુરનો સંહાર કરવા ઈન્દ્રદેવે સેના સજાવી. દેવસેના અને અસુરસેના વચ્ચે ભયાનક સંગ્રામ થયો. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું, લોહીની નદીઓ વહી. છતાં વૃત્રાસુર જેવા મહાબલી પાપાત્માનો સંહાર પુષ્પના પ્રતીક સમા આયુધ (શસ્ત્ર) વિના ન થાય. સૃષ્ટિના કલ્યાણ અર્થે જ જીવનારા અને ત્યાગની નિર્મળવૃત્તિ સમા દધીચિ ઋષિના હાડકાંનું આયુધ જ વૃત્રાસુરનો રાંકાર કરી શકશે. તેથી ઈન્દ્રે દધીચિ પાસે જઈને તેમનાં હાડકાંની માગણી કરી. દધીચિએ ઉત્તર વાળ્યો: આ દેહનો આનાથી વધારે સારો ઉપયોગ કર્યો હોઈ શકે?

સૃષ્ટિમાંથી દાનવતા અને આતંકવાદનો નાશ થતા હોય તો હું એક વાર તો રશું. દસ હજાર વાર મરવાને તૈયાર છું. હાડકાંમાંથી ઇન્દ્ર વજ્ર નામનું ગસ બનાવ્યું અને એ વજાગના પહેલા જ પ્રહારથી ત્રાપુર તળી પડ્યો. તેનો સંહાર થવો. દેવરાજ ઇન્દ્રનો વિ થયો. એ દિવસ હતો વિજયાદશમીનો-માતા મુદ દસમીનો આજે પણ આતંકવાદને નેસ્તનાબુદ કરવા પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર કોઇ દર્શાવે જોઈએ.

વિષ્ણુનો દસ અવતારોમાંના એક ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ પણ વિજયાદશમીએ થયેલો ગૌતમ બુદ્ધે દુનિયામાં સૂક્ષ્મ શક્તિસર્જ પંચશીલના સિદ્ધાંતો આપ્યા અને સર્વ દુઃખોનું મૂળ તૃષ્ણા છે એ આર્યસત્ય શીખવ્યું. એમણે કામ ઉપર વિજય મેળવેલો. ભગવાન બુદ્ધના આ સિદ્ધાંતોનું સ્મરણ કરીને તે પ્રમાણે જીવન જીવવાના સંકલ્પનો દિન એટલે વિજયાદશમી

વિજયની અન્ય ક્થાઓ – દશેરાના પવિત્ર દિવસે મહાભારત યુદ્ધમાં દષ્ટ

કૌરવો ઉપર પાંડવોએ વિજય મેળવેલો. પાંડવ- કૌરવની યુદ્ધકથા રજૂ કરીને મહાભારતકાર વ્યાસ મુનિએ સંદેશ આપ્યો છે કે જેની ધર્મની નથ જ્યાં ધર્મ છે. ત્યાં વિજય છે. સત્યમય અંત સત્યનો જ જય થાય છે. અસત્ય અનિષ્ટનો નહીં. વિજયાદરામીએ ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું. તેથી આજે પણ કેટલાક સ્થળે લોકો ગામની સીમા ઓળંગે છે. સીમોલ્લંધન કરે છે. રાજાઓના કાળમાં આ દિવસે કોઈ રાજા પોતાના રાજ્યની સીમા ઓળંગીને શત્રુ તરફ પ્રસ્થાન કરવાની પરંપરાના સંદર્ભમાં આજે પણ શસ્ત્રો, ઘોડા, વાહન વગેરેની પૂજા થાય છે. અનેક જગ્યાએ અશ્વદોડ, તલવારબાજી લાઠીદાવ વગેરેની સ્પર્ધાઓ યોજય છે. આજે કોઇ પણ કામનું શુભ મુહૂર્ત પણ દશેરાનો દિવસ ગણાય છે.

કૃષિ-મહોત્સવનો પણ આ તહેવાર :

દશેરા સુધીમાં ખેતરમાં નવ ધાન્ય તૈયાર થઈ જાય છે. પાન્ચપ્રાપ્તિનો આ સાનંદ નવું ધાન્ય ઉગાડીને પ્રગટ કરાય છે. નવરાત્રિના નારંભે પરની ધરતી ઉપર ઘટસ્થાપન કરી, તેની આસપાસ નવા નવ ધાન્યોના જવારા ઉગાડાય છે અને તે જવારાને વિજયાદશમીના દિને જળમાં વિસર્જન કરાય છે. નવરાત્રિની આઠમની માતાજા આગળ પલ્લી ભરવામાં આવે છે. આ પલ્લીમાં નવા ધાન્ધોમાં! બનાવેલી રસોઈના નવખંડે માતાજીને અર્પણ કરાય છે. પૃથ્વી ઉપરના નવ ખંડની નવ દેવીઓનું પણ એ પ્રતીક છે.

વિદ્યાદશમીના મંગળ પર્વે આપ સૌ અન્યાય. અર્ભ ગાતા અત્યાચાર પાચાર અને આપણા શરીરમાં જ ખેલા કામ, ક્રોધ, લોભ વગેરે શત્રુનો સામનો કરવા કૃતસંકલ્પ બનીને શક્તિ અને કોમ સાથે પ્રસ્થાન કરીને આવી શક્તિ કેવી આપણે કેવી બધાનીની સ્તુતિ કરીએ
विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।।