અમૃતકાલ વિઝન-૨૦૪૭ને સસ્ટેઈનેબલ અને પ્રોસ્પરસ બ્લ્યુ ઈકોનમીથી સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધઃ

दिल्ली NCR
Spread the love

Harshit Jani Gujarat Khabri media

ભૂપેન્દ્ર પટેલલોજિસ્ટિક્સ ઈન્ડેક્સમાં અગ્રેસર ગુજરાતનું દેશના કાર્ગો હેન્ડલિંગમાં ૩૯ ટકાનું યોગદાન : ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-૨૦૨૩ના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા ગ્લોબલ શિપ લિઝિંગ કંપનીઓને વાયબ્રન્ટ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું ગાંધીનગર :

વિશ્વભરના ઈન્ડસ્ટ્રી લિડર્સ, પોલિસીમેકર્સ અને તજજ્ઞોના સામૂહિક વિચારમંથનથી આ સમિટે મેરિટાઈમ સેક્ટરના પોટેન્શિયલને વિશાળ ફલક પર ઉજાગર કર્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-૨૦૨૩ના સમાપન અવસરે જણાવ્યું હતું. ગ્લોબલ શિપ લિઝિંગ કંપનીઓને વાયબ્રન્ટ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું હતું. ઈકોનોમી એડવાન્સમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે આગળ વધીને ભારતને વૈશ્વિક સ્તરે આર્થિક સત્તાઓમાં સ્થાન અપાવવામાં મેરિટાઈમ સેક્ટર મહત્વપૂર્ણ પ્રદાન કરનારું સેક્ટર બન્યું છે, તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

ભારત સરકારના પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રાલયના ઉપક્રમે મુંબઈમાં આયોજિત ત્રીજી ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-૨૦૨૩ના સમાપન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રિય પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ તથા કેદ્રિય રાજ્યમંત્રી શ્રીપાદ નાઈક, શાંતનુ ઠાકુર, ડો. મહેન્દ્ર મુંજપરા ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્ર સરકારના પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળ વિઝન-૨૦૪૭ આપ્યું છે, તેને સસ્ટેઈનેબલ અને પ્રોસ્પરસ બ્લ્યુ ઈકોનોમીથી સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મેરિટાઈમ સેક્ટરના સસ્ટેઈનેબલ ગ્રોથ માટે ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશનનું પ્રોત્સાહક વાતાવરણ ગુજરાત પૂરું પાડવા સજ્જ છે, એમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નિર્માણ થયેલા ગિફ્ટ સિટીમાં શિપ લિઝિંગ સર્વિસીસ માટે અપાતાં પ્રોત્સાહનોનો લાભ લઈ પોતાના કારોબાર શરૂ કરવા ગ્લોબલ શિપિંગ ઉદ્યોગ સંચાલકોને અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સમિટ ગુજરાતના મેરિટાઈમ સેક્ટરમાં રહેલા પોટેન્શિયલને પણ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવામાં ઉપયુક્ત બની છે.

૧૬૦૦ કિલોમીટર લાંબો સમુદ્રકિનારો ધરાવતું ગુજરાત એક મેજર અને ૪૮ નોન મેજર પોર્ટ્સ દ્વારા દેશના કાર્ગો હેન્ડલિંગમાં ૩૯ ટકાનું યોગદાન આપતું રાજ્ય છે. એટલું જ નહીં, લોજિસ્ટિક્સ ઈન્ડેક્સમાં પણ ગુજરાત અગ્રેસર છે અને અલંગ શિપ બ્રેકિંગ ફેસેલિટીના પરિણામે દેશને શિપ રિસાઈકલિંગમાં વિશ્વમાં બીજા નંબરનું સ્થાન મળ્યું છે.ગુજરાતના પુરાતન બંદરગાહ લોથલનો ભવ્ય ઈતિહાસ પ્રસ્તુત કરતા “નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ”ની વિશેષતાઓ પણ તેમણે રજૂ કરી હતી.ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા પણ શિપિંગ અને મેરિટાઈમ સેક્ટરના અગ્રણીઓને આમંત્રણ પાઠવ્યું હતું.ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચેરમેન એસ.એસ. રાઠૌર તથા વાઈસ ચેરમેન અને એમ.ડી. રાજકુમાર બેનીવાલ પણ આ સમિટમાં જોડાયા હતા.