વધુ એક નકલી અધિકારીની વડોદરામાંથી ધરપકડ; કહેતો કે હું તો PMનો….

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

તુંવર મુજાહિદ; વડોદરા:

ગુજરાતમાં સરકારના નામે ચરી ખાવાનો બિઝનેસ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. કદાચ સરકારને પણ આ અંગે ખ્યાલ હશે કે નહીં કે, ધૂતારાઓ તેમના નામે સામાન્ય જનતાને ઉલ્લૂ બનાવી રહ્યાં છે. જોકે, સરકાર કે તેમની સિસ્ટમને આવા કોઈ વ્યક્તિ વિશેનો ખ્યાલ આવે છે કે તરત જ તેને પોતાના શિકંજામાં લઈ લેવામાં આવે છે. આ વાર્તા તે માટે કહેવી પડી કેમ કે ગુજરાતમાંથી વધુ એક નકલી અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, વડોદરામાંથી એક પીએમઓમાં એવાઈઝરી અધિકારી હોવાની ઓળખ આપનાર મયંક તિવારી નામની ધરપકડ કરવામાં આવી છે. PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનાર મંયક તિવારી સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગશનની ટીમે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો-હામાસનું ક્રૂર કૃત્ય: ઘણા લોકો બંધક બન્યા તો અમુક લોકો ને મારી નાખવામાં આવ્યા

સીબીઆઈએ આ મયંક તિવારીનું એક કારસ્તાન ખુલ્લું પાડ્યું છે, જેમાં તેણે પોતે પીએમઓ અધિકારી હોવાનું જણાવીને ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલના એમ.ડી. ડોક્ટર અગ્રવાલને અન્ય એક હોસ્પિટલ સાથે ચાલતાં રૂ. 16.43 કરોડના વિવાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી આપી હતી. આમ પીએમઓ ઓફિસનો રોફ બતાવીને મયંક તિવારી વચોટીયા તરીકે ભૂમિકા ભજવીને કામ કરાવી આપતો હતો.

સીબીઆઈએ આ મામલે મયંક તિવારી પર કેસ નોંધી તપાસ હાથ ધરી છે. મયંક તિવારીએ આ મામલામાં પીએમઓના અધિકારી હોવાનો ખોટો રોફ ઝાડીને ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલના એમ.ડી. ડો. અગ્રવાલને વિનાયક નેત્રાલયના ડો. પ્રણય સાથેના રૂ. 16.43 કરોડના વિવાદમાં સમાધાન કરી લેવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતભરમાં કિરણ પટેલે પીએમઓ અધિકારી તરીકેની પોતાની ઓળખ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યો છે. હાલમાં કિરણ પટેલ એક કેસને લઈને ક્રાઈમ બ્રાન્ચના રિમાન્ડ પર છે.

આ પણ વાંચો-ગુજરાતીઓ વાંચી લો RBIની નવી ગાઈડલાઈન; બચી જશો સાઇબર ગઠિયાઓથી