લગ્ન જીવનના ૭ આધ્યાત્મિક સ્તરો

ખબરી ગુજરાત ટચૂકડી વાત
Spread the love

Shivangee R Khabri Media Gujarat

જે સમાજમાં આપણે રહીએ છીએ એમા આપણે સંબંધો થી ઘેરાયેલા હોઇએ છે. કુછેક લહુનાં સંબંધો હોય છે અમુક લાગણીનાં સંબંધ હોય છે. બધા સંબંધોની પરે એક એવો સંબંધ છે- પતિ-પત્ની નો સંબંધ. રીલેશન કેવો સુંદર શબ્દ છે. આર્થાત સંબંધ! પ્રત્યેક સંબંધ નો અર્થ અનોખો હોય છે. બધા સંબંધનો પહેલુ અલગ હોય છે.

અલગ રુપ હોય છે અલગ રંગ હોય છે. લગ્ન એક એવો મીઠો સંબંધ છે જેમા હારીને પણ જીતી જવાય છે. લગ્નમાં પ્રેમનો અહેસાસ માત્ર લગ્ન જીવનને સુફળ અને સફળ બનાવે છે. પણ જ્યારે સંબંધની પરસ્પર સરખામણી થાય છે ત્યારે મિઠાશ નથી રહેતી અને આપણે સંબંધ સાચવી નથી શકતા એ બંધન આપણને બોજ લાગે છે. આપણા લગ્ન સંબંધને સહજ અને સુંદર બનાવવા સતત નિરંતર પ્રયાસ કરવા આવશ્યક છે. 

“સંબંધનાં સથવારે પ્રેમનોં ભવસાગર પાર થાય છે.”

લગ્ન સંબંધનાં સાત સ્તર

૧. પહેલુ સ્તર

પ્રથમ સ્તર એવુ સ્તર છે જ્યાં પતિ અને પત્ની વચ્ચે નાની નાની વાતોમાં મતભેદ અને ક્લેષ થતા હોય છે. અને મનભેદ થતા વાર નથી લાગતી. નાની ખટાશ જ્યારે મોટા ઝઘડાનું સ્વરુપ લે છે ત્યારે પતિ-પત્ની માનવા લાગે છે કે “જીવનસાથી ખોજવામાં ઉતાવળ થઇ છે.” એકબીજા પ્રત્યે વેરવૃતિ પનપવા લાગે છે.  

“પ્રેમનાં પારખા ના હોય પ્રેમનાં તો માત્ર ને માત્ર અભરખા જ હોય છે.”

૨. બીજુ સ્તર

આ સ્તર પર પતિ-પત્ની બન્ને એકબીજાને ઓળખવાનો પ્રયાસ કરતા હોય છે. પહેલા સ્તર પર થયેલા મનભેદને ઉકેલવાનાં યત્નો કરતા હોય છે. આ સ્તરે બન્ને વિચારોનીં આપ-લે થાતી હોય છે. અને સમયાંતરે સમજણફેરનાં કોયડા ઉકેલવાનાં પ્રયત્નો થતા હોય છે. એક એક ક્ષણે દંપતીનું હ્રદય પ્રામાણિકતાનાં પુરાવાની અપેક્ષા રાખતા હોય છે. 

READ: ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો. Aditya-L1 Mission: ‘મિશન સૂર્ય’ તેના લક્ષ્યથી ખૂબ જ નજીક, 7 જાન્યુઆરીનો દિવસ મહત્વપૂર્ણ

૩. ત્રીજુ સ્તર

જ્યારે બે વ્યક્તિઓ અલગ વિચારો સાથે એક સંગાથે રહે છે ત્યારે સમસ્યા તો રહેવાની જ છે. ત્રીજા સ્તરે દંપતી પોતાના વચ્ચે ઝઘડાનું કારણ શોધવા માટે સક્ષમ હોય છે. અને ઝઘડા રોકવા માટે પણ પોતાના બનતા યત્નો કરવા લાગ્યા હોય છે. પોતાના સાથી માટે કશુંક નવુ કરવાની ભાવના ઉમડતી હોય છે. સાથી માટે પ્રેમનીં આ અનુભૂતિ અને વધુ સમાયોજન અને સમજવાની ઇચ્છા તેમને આગલા સ્તર પર લઈ જાય છે. બન્ને મધ્યે પ્રેમનીં સુંદર કુંપણ ફુટે છે. જે આ સંબંધનેં નવો અર્થ આપે છે જેનાથી દંપતીનું જીવન એક સુગમતાની લયમાં દમકી ઉઠે છે. બન્ને પોતાની ભૂલો સુધારવાનાં અધતન પ્રયાસ કરે છે. 

મારા વિચારનોં અંત“તુ”
તારા મનનીં હરએક વાત એટલે “હુ”

૪. ચોથુ સ્તર

આ સ્તર પર બન્ને એકબીજાને ઓળખી ચુક્યા હોય છે. બની વચ્ચે મિત્રતા અને પ્રેમનોં ગાઢ સંબંધ બંધાવા લાગ્યો હોય છે. બન્ને વચ્ચે વિરોધાભાસનોં ખુલાસો થતો હોય છે અને બન્ને ગમો-અણગમો આઝાદીથી વ્યકત કરી શકે છે. બન્નેને પોતાની એકેબીજા પ્રતિ અને પરિવાર અને ઘરબાર પ્રતિ પોતાની જવાબદારી અંકિત કરી ચુક્યા હોય છે.

પોતાના વચ્ચે થતા મતભેદોથી પરે એકબીજા પ્રત્યેની લાગણી અને અનુરાગ મલકાતો હોય છે જે એમના વર્તનમાં મહેકાતો હોય છે. આ સ્તર પર એકબીજાનાં પરિવારનેં પોતાનાં માનવા લાગતા હોય છે. એક સકારાત્મક વલણ સર્જાય છે બન્ને સમક્ષ! હવે પ્રેમનાં અભરખા છલકાતા હોય છે. તેઓ એકબીજાનાં વિચારોથી અને આદતોથી સભાન હોય છે. 

રુપ તારુ નીરખી
મન કરે ઝંખના
તુજને પામવાનીં
અદભુત છે તારી વાત
અને બહુત ખુબ છે તારો સાથ
તને પામી ભુલી જગતનેં
ભુલીશ નહી તારા સંગનેં
બસ તુ અને હુ
અને આપણે જ આપણુ જગત

૫. પાંચમુ સ્તર

આ સ્તર પર બન્ને એક બીજાનાં જીવન મૂલ્યો અને માન્યતાઓને પારખવા લાગ્યા હોય છે. એટલે જ આ સ્તરે દંપતિનો સંબંધ ગાઢ અને સઘળા મતભેદોથી પરે હોય છે. આ દંપતિને હવે એક જ પ્લેટફોર્મ પરથી, સભાનતા સમાન સ્તરથી એક બીજાને માન આપે છે એટલે એમને સંબંધની શક્તિનો આનંદ મળે છે. તેઓ હવે શાંતિ, સ્વતંત્રતા, પ્રેમ અને સુખથી જીવે છે હવે દંપતી હ્રદયથી એકમેકનાં બની ચુક્યા હોય છે. એમની વાણીથી અને ચહેરાથી એકબીજાનાં મનનીં વાત જાણી અને સમજી લેતા હોય છે. વર્તન પરથી મનની મનોદશાનો ખુલાસો થાય છે. આ સ્તર પર બન્ને અંતરથી સ્વતંત્ર બને છે અને  વાસ્તવિક સ્વતંત્રતાનાં મૂલ્યો સર્જાય છે. 

૬. છઠ્ઠુ સ્તર

નાના મોટા મતભેદ અને મનભેદનો અંત આવે એ અને પ્રેમનાં આલીંગનમાં બન્ને સમાય જાય છે. માત્ર પ્રેમના અભરખા નહીં પ્રેમના તોરણ બંધાય છે અને પ્રેમનાં માંડવે લાગણીનીં લીલાછમ માદક વાયરા વાય છે. પ્રેમમાં માંગણીનો અંત આવે છે અને નકારાત્મક વલણ નાશ પામે છે. આ  પર નિર્ધારીત પ્રેમ નથી પણ એક બિનશરતી પ્રેમની સુંદર સંધ્યા જન્મે છે. 

૭. સાતમું સ્તર

બિનશરતી પ્રેમની સંપૂર્ણપણાની સુંદર અભિવ્યક્તિ છે, જ્યાં પ્રેમ દિવ્યતાનાં લક્ષ્ય સુધી પહોંચે છે. લગ્નનાં અંતિમ આધ્યાત્મિક સ્તરે પ્રેમ એક નિષ્ઠા બની જાય છે એક ઇશ્વરીય આલોચના બની જાય છે. આ પ્રકારનો દુર્લભ અને આકાશગામી ભક્તિમય પ્રેમ એક ભક્ત અને ભગવાન વચ્ચે, મીરા બાઇમાં, અથવા શિષ્ય અને તેમના ગુરુ વચ્ચે હોય છે. પ્રેમનાં આ દૈવીક રુપનેં સંસારની કોઈ પણ શક્તિ અલગ નથી કરી શકતુ. પ્રેમનોં ભવસાગર પાર કરી સંબંધની દિવ્યતા સુધી પહોંચી શકાય છે. 

તમારા સંબંધને ઉચ્ચ સ્તર પર પહોંચાડવા માટે માત્ર બે કાર્ય કરવાની આવશ્યકતા છે. 

૧. એકબીજનું ચીંતવન કરવુ

૨. એકબીજાથી વાત કરવી

“જ્યાં પ્રેમ હોય છે ત્યાં માત્ર પ્રેમ જ હોય છે દિવ્યતાનોં વાસ હોય છે. પુર્ણતાનોં આભાસ હોય છે.”

પ્રશ્નો પર વિચારવું: તમે કયા સ્તરથી કાર્યરત છો? તમે રોજિંદા જીવનમાં શું કરી રહ્યા છો? સંબંધને શણગારવાં તમારા રોજિંદા ક્યા યત્નો છે? તમારા સંબંધની આલોચના અને સુશોભિત કરો. એક બીજાનાં પૃથક નહીં પુરક બનો. એકબીજાનેં બધી વાતોં કરો. પ્રેમનીં આલોચનાથી બન્નેનું જીવન સુગમ બનીનેં રહી જાશે.