LPG Gas Cylinder : કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના અંતર્ગત 75 લાખ નવા કનેક્શનની મંજુરી મળી છે.
આ પણ વાંચો : PM Modiએ કર્યું ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન, જાણો શું છે ખાસિયત?
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ સંસદમાં એક મહત્વની જાણકારી આપતા કહ્યું કે સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રાંધણ ગેસ (LPG Gas Cylinder) આપવામાં અન્ય દેશો કરતા વધુ અસરકારક સાબિત થઈ છે. પડોસી રાજ્ય પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકામાં રાંધણ ગેસની કિંમત ભારતની સરખામણીએ વધુ છે. હાલમાં જ તેઓએ સંસદમાં એક સવાલનો જવાબ આપતા રાંધણ ગેસની જરૂરિયાત અંગે જાણકારી આપી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) અંતર્ગત રાંધણ ગેસની સરેરાશ પ્રતિ વ્યક્તિ જરૂરિયાત એપ્રિલ – ઓક્ટોબર સુધી 3.8 સિલિન્ડર રિફિલ સુધી સુધરી છે. જે વર્ષ 2019-20 દરમિયાન 3.01 સિલિન્ડર રિફિલ અને વર્ષ 2022-23 દરમિયાન તે 3.71 હતી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત (Pradhan Mantri Ujjwala Yojana) કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને 300 રૂપિયાની સબસિડી આપે છે. એવામાં આ યોજનાના લાભાર્થીને 14.2 કિગ્રા LPG સિલિન્ડર દિલ્હીમાં 603 રૂપિયામાં મળશે. જો તમે કેન્દ્ર સરકારની આ યોજનાના લાભાર્થી છો તો તમારે 903 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર બાદ તેના પર 300 રૂપિયા સબસિડી સીધી તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં એલપીજી સિલિન્ડર 1059.46 રૂપિયા, શ્રીલંકામાં 1,032.35 રૂપિયા અને નેપાળમાં 1,198.56 રૂપિયા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
LPGના ગ્રાહકોમાં વધારો થયો
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે વર્ષ 2014 દરમિયાન 14 કરોડ એલપીજી ગ્રાહકો હતા, પરંતુ હવે તે 33 કરોડ થઈ ગયા છે. તેમણે કહ્યું કે માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લગભગ 10 કરોડ ગ્રાહકો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં શરૂ કરી હતી. જેથી ગરીબ પરિવારો સસ્તી કિંમતે એલપીજી ગેસનો લાભ આપી શકાય.
PMJYના વિસ્તરણને મંજૂરી
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળએ નાણાકીય વર્ષ 2023-24થી 2025-26 સુધી ત્રણ વર્ષમાં 75 લાખ એલપીજી કનેક્શન આપવા માટે યોજનાના વિસ્તરણની મંજુરી આપી દીધી છે. 75 લાખ નવા કનેક્શનથી પીએમ મોદી ઉજ્જ્વલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) અંતર્ગત કુલ લાભાર્થીઓની સંખ્યા 10.35 કરોડ થશે.
આ પણ વાંચો : મહિલાઓની આત્મનિર્ભરતા રંગ લાવી, નાની શરૂઆત બની બ્રાન્ડ
PMJY અંતર્ગત લાભ મેળવવા શું કરવું
પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત જો તમે અરજી કરવા માંગો છો, તો સત્તાવાર વેબસાઈ www.pmuy.gov.inની મુલાકાત લો. અહીં તમારે અપ્લાઇ ફોર PMJY કનેક્શન પર ક્લિક કરવાનું રહેશે. જે કંપનીનો ગેસ સિલિન્ડર લેવા માંગો છો તેને પસંદ કરો. ત્યાર બાદ તમારી તમામ જાણકારી દસ્તાવેજો સાથે ભરીને અપ્લાઇ બટન પર ક્લિક કરી દો. જો તમે લાયક ઠરસો તો આ યોજના અંતર્ગત તમને થોડા જ દિવસોમાં લાભ મળવાનું શરૂ થઈ જશે.