Delhi : દિલ્હીમાં અલગ અલગ વિસ્તારમાં બે જગ્યાઓ પર સર્જાયેલી દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. એક જગ્યાએ એક જ પરિવારના 4 લોકો અને બીજી જગ્યાએ 2 લોકોના મોત થયા છે. આ લોકો ઠંડીથી બચવા માટે રૂમમાં સગડી સળગાવીને સૂતા હતા. ત્યાર બાદ બંધ રૂમમાં ધૂમાડાથી ગુંગળાઈ જતા લોકો મોતને ભેટ્યા છે.
આ પણ વાંચો : મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું કરો દાન, શનિદેવ થશે પ્રસન્ન
પાટનગર દિલ્હીમાં ગુંગળામણથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. અન્ય એક જગ્યાએ બે લોકોના મોત થયા છે. ઠંડીથી બચવા માટે આ લોકો રૂમમાં સગડી સળગાવીને સૂઈ ગયા હતા. તે દરમિયાન રૂમમાં ધુમાડો ફેલાય ગયો હતા. ત્યારા બાદ પરિવારના 4 સભ્યો અને બીજી જગ્યાએ 2 લોકોના મોત થયા છે. આ અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર, પહેલી ઘટના નોર્થ દિલ્હીના ખેરા વિસ્તારની છે. જ્યાં ઘરમાં 4 લોકોની લાશ મળી છે. તેમાં પતિ પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. રૂમમાં સગડી સળગતી હાલતમાં મળી હતી.
પોલીસ અધિકારીઓએ કહ્યું કે પ્રાથમિક તપાસ પ્રમાણે ઠંડીથી બચવા માટે રૂમમાં સગડી સળગાવામાં આવી હતી. ત્યાર બાદ ધુમાડાને કારણે ગુંગળામણથી ચારેય લોકોના મોત થયા છે. આ ઘટનામાં બે બાળકોના મોત થયા છે. જેમાંથી એકની ઉંમર 7 વર્ષ અને બીજાની 8 વર્ષ છે. હાલ તો પોલીસે મૃતદેહોને કબ્જામાં લઈ તપાસ હાથ ધરી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પશ્ચિમ દિલ્હીમાં બે લોકોના મોત
બીજી તરફ પશ્ચિમ દિલ્હીના ઇન્દ્રપુરી વિસ્તારમાં પણ ઘરની અંદર બે લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતા. તેના ઘરમાં સગડી સળગેલી હાલતમાં હતી. બંને લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, પરંતુ તેને બચાવી શકાયા નહિ. બંને મૂળ નેપાળના છે.
મરનાર એક શખ્સની ઉંમર 50 અને બીજાની આશરે 28 વર્ષ છે. દુર્ઘટના સમયે દરવાજો અંદરથી બંધ હતો. ઠંડીથી બચવા માટે ઘરમાં સગડી સળગાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે ગુંગળામણના હિસાબે બંનેના મોત થયા છે. જો કે પોસ્ટમોર્ટમ બાદ હકીકત સામે આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ગાબડું, મિલિંદ દેવરાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો
રૂમમાં સળગતી સગડીના કારણે મોત થયાની ઘટનાઓ ઘણીવાર સામે આવી ચુકી છે. જાણકારોનું કહેવું છે કે રૂમમાં ક્યારેય સગડી સળગાવ્યા બાદ રૂમ બંધ કરવો જોઈએ નહિ. તેનાથી રૂમમાં ધીમે ધીમે ધુમડો ભરાય જાય છે.
બંધ રૂમમાં શા માટે સગડી ન સળગાવી જોઈએ?
આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે કોલસો નાખીને સગડી સળગાવાથી કાર્બન ઓક્સાઇડ જેવા ગેસ ઉત્પન થાય છે. જે ખૂબ ઝેરી હોય છે. જો કોઈ બંધ રૂમમાં સગડી સળગાવી ઊંઘી જાય તો કાર્બન મોનોક્સાઇડ ગેસનું લેવલ વધી જાય છે. કાર્બન મોનોક્સાઇડમાં કાર્બનની માત્રા વધુ હોય છે. જે મગજને અસર કરે છે. જેથી બંધ રૂમમાં સુતો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. જ્યારે વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે શ્વાસ દ્વારા ખતરનાક કાર્બન મોનોક્સાઇડ ગેસ ફેફસા સુધી પહોંચે છે અને લોહીમાં ભળી જાય છે. જ્યારે વારંવાર આવું થાય ત્યારે બ્લડમાં હિમોગ્લોબિન ઓછું થવા લાગે છે. ત્યારા બાદ વ્યક્તિનું મોત થઈ જાય છે.