Most Unique Villages of India: જો ભારતની કલા અને સંસ્કૃતિને નજીકથી જોવી અને સમજવી હોય તો દેશના ગામડાઓમાં સમય પસાર કરવો પડે એવું કહેવાય છે. ભારતના દરેક ગામડાની એક અલગ ઓળખ અને વિશેષતા છે. દરેક ગામની એક કહાની હોય છે. ત્યારે આજે અમે આપને ભારતના કેટલાક એવા ગામ વિશે જણાવીશું, જ્યાં જીવનમાં તમારે એકવાર જરૂર જવું જોઈએ.
આ પણ વાંચો : ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ મેળવનાર રાજ્ય બન્યું ગુજરાત
હિવરે બાજાર, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના અહમદનગરમાં જિલ્લામાં આવેલા હિવરે બાજાર ગામ એક સમયે ખૂબજ ગરીબી અને દુષ્કાળ સામે લડી રહ્યું હતુ. પરંતુ હાલ તેને કરોડપતિઓના ગામ તરીકે ઓળખવામાં આવે છે. 1200થી વધુ વસ્તી ધરવતા આ ગામમાં 80થી વધુ પરિવારો કરોડપતિ છે. અહીં ગામની કિસ્મત ખુદ અહીના લોકોએ લખી છે. અહીં પાણી અને હરિયાણીની કોઈ ખોટ નથી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
શેતફલ, મહારાષ્ટ્ર
આ ગામ પૂણેથી આશરે 200 કિમી દુર સોલાપુર જિલ્લામાં આવેલું છે. અહીં દરેક ઘરમાં એક કોબરા સાપ તમને જોવા મળી જશે. ગામજનો આ સાપોની દરરોજ પૂજા કરે છે. ખાસ વાત તો એ છે કે આ સાપ પણ ગામલોકો સાથે હળીમળીને રહે છે તેમજ તેઓને કોઈ નુકસાન પહોંચાડતા નથી. આ વિચિત્ર ગામને જોવા માટે દેશભરમાંથી લોકો અહીં આવે છે. જે લોકો રોમાંચક જગ્યાઓની મુલાકાત લેવાના શોખીન હોય તેઓએ આ ગામની અચુક મુલાકાત લેવી જોઈએ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પુંસરી, ગુજરાત
ગુજરાતના સાંબરકાંઠા જિલ્લામાં આવેલું પુંસરી ગામ એક આદર્શ ગામ છે. અહીં રહેતા 6000 લોકો માટે ઘરે ઘરે શૌચાલય, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સ્ટ્રીટ લાઇટ, પાણીના નિકાલની ઉત્તમ વ્યવસ્થા છે. એટલુ જ નહિ આ ગામમાં ઈન્ટરનેટ અને સીસીટીવી કેમેરાની સુવિધા છે. ગામથી શહેર જવા માટે ઉત્તમ બસ સેવા છે. રાત હોય કે દિવસ આ ગામ સતત રોશનીથી ઝળહળતું રહે છે. એટલા માટે જ દેશભરમાંથી લોકો આ ગામની ફેસિલિટીથી અંજાય તેને જોવા આવે છે.
શનિ શિંગળાપુર, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના આ ગામમાં ઘર તો છે, પણ કોઈ ઘરમાં દરવાજા રાખવામાં આવ્યાં નથી. અહીં આવનાર લોકો ખુલા ગેસ્ટહાઉસમાં જ રોકાય છે. એવી માન્યતા છે કે ભગવાન શનિ આ ગામના રક્ષક છે. તેથી આ ગામમાં ક્યારેય ચોરીની ઘટના બની નથી. જે ચોરી કરે છે તે ગામની બહાર નીકળી શકતો નથી. ભગવાન શનિ અપરાધીને કઠોર દંડ આપે છે. આ અનોખા ગામના દર્શન માટે દેશ વિદેશથી લોકો શિંગળાપુર આવે છે.
આ પણ વાંચો : Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠાનો માર
જાંબુર, ગુજરાત
ગુજરાતના ગીર સોમાનાથ જિલ્લામાં આવેલા જાંબુર ગામને મિનિ આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક ખાસ આદિવાસી સીદી સમુદાય વસવાટ કરે છે. જેઓનું મુળ આફ્રિકન છે. આફ્રિકન રિતી રિવાજની છાપ છોડતું આ ગામ લોકોના આકાર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન કરવા આવતા લોકો, જાંબુર ગામની મુલાકાતે જરૂર આવે છે.