કૃતિના ખોળે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરા જોશ, ઉમંગ અને ઉત્સાહ સાથે "ચતુર્થ ઓસમ આરોહણ - અવરોહણ સ્પર્ધા"નો (Osam competition 2023) ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા દ્વારા ઓસમ ડુંગર તળેટી

Dhoraji: ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધામાં 300 સ્પર્ધકોએ લીધો ભાગ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dhoraji News: પ્રકૃતિના ખોળે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરા જોશ, ઉમંગ અને ઉત્સાહ સાથે “ચતુર્થ ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નો (Osam competition 2023) ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા દ્વારા ઓસમ ડુંગર તળેટી, પાટણવાવ ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો મળીને 300 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલદિલી સાથે ભાગ લીધો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ઓસમ આરોહણ સ્પર્ધામાં ભાઈઓમાં10.08 મિનિટ સાથે પિયુષ બારૈયા, દ્વિતીય ક્રમાંકે 10.19 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે 10.21 મિનિટ સાથે વિહાર મારવાણિયા તેમજ બહેનોમાં 12.37 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે ટીશા બાવળીયા, દ્વિતીય ક્રમાંકે 12.50 મિનિટ સાથે રવિના લાઠીયા અને તૃતીય ક્રમાંકે 12.55 મિનિટ સાથે શિલ્પા બારૈયા વિજેતા થયા હતા.

આ તકે ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાએ ભાગ લેનારને અભિનંદન આપતા જણાવ્યું કે, “ભારત તથા ગુજરાતના રમત ગમતના ખેલાડીઓ વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરે તેવા હર હંમેશ સરકારના પ્રયત્ન રહે છે.

ટીમ વર્ક ઇઝ ક્રીમવર્ક છે ત્યારે સ્પોર્ટ્સથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, ભાઈચારો વધે અને ખેલદિલીની ભાવના વિકસે છે. આ સ્પર્ધામાં વિજેતા જેટલા જ સ્પર્ધામાં ભાગ લેનાર પણ મહત્વના છે, ત્યારે ભાગ લેનાર દરેકને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

આ પ્રસંગે મને મારા વિદ્યાર્થી જીવનમાં એન.સી.સી. સમય સ્મરણો યાદ આવતા મને એક કિસ્સો યાદ આવ્યો કે મે હંમેશા દરેક ખેલ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો, પરંતુ હું ક્યારેય વિજેતા ન બનતો છતાય હું હિંમત ન હારતો અને દર વર્ષે રમતગમતમાં ભાગ લેવાનો અનેરો જુસ્સો રહેતો હતો.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પ્રોત્સાહક ઉદબોધન કરી સ્પર્ધામાં ભાગ લીધેલા સ્પર્ધકોને પ્રોત્સાહન આપી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ – ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે “ચતુર્થ ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતના રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ 8 જિલ્લામાંથી 14થી 18 વર્ષના 173 ભાઈઓ તથા 127 બહેનો સહિત 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું.

સંપૂર્ણ ખેલદિલી સાથે સ્પર્ધામાં જોડાયેલ ખેલાડીઓને ચેસ્ટ નંબર આપવાથી માંડી સેકન્ડ ટુ સેકન્ડ સમય સાથે પોલીસ વિભાગમાં ભરતી માટે ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન (RFID) ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું.

તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી. ખેલાડીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરાથી સ્પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાના સુચારૂ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શાળાના આચાર્યો, શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા હતા.

આ સ્પર્ધામાં રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ. 25000/- દ્વિતિય નંબરને રૂ.20,000/- તૃતિય નંબરને રૂ. 15,000/- એમ કુલ મળી 1થી 10 નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.2,34,000/- ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વિજેતા ખેલાડીઓ આગામી તા. 07.01.2024ના રોજ યોજાનારી ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી.દિહોરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને કેપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી અંકિત પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આભાર વિધિ ગામના સરપંચ પ્રવિણ પેથાણીએ કરી હતી. સ્પર્ધાનું ઉત્સાહપ્રેરક જુસ્સાસભર શૈલીમાં સંચાલન હારૂન વિહળે કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં પર્વતારોહકને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ 2019થી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં જૂનાગઢ, ચોટીલા, પાવાગઢ, ઇડર સહિત ઓસમ ડુંગર ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: Kutch: માખેલ તથા કુરન ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પનારા, તાલુકા પંચાયત પ્રમુખ રવિ વડાલીયા, અગ્રણી મયુર શિંગાળા, મનુભાઈ પેથાણી, રાજુભાઈ પેથાણી, પ્રાંત અધિકારી જે.એન. લીખીયા, જિલ્લા રમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકાર આર.વી. ગોહિલ, ધોરાજી મામલતદાર એમ. પી. જોશી, ઉપલેટા મામલતદાર એમ. ટી. ધનવાણી, ધોરાજી ચીફ ઓફિસર જયમલ વી. મોઢવાડિયા, પાટણવાવ પી.એસ.આઇ. કે. એમ. ચાવડા, પીજીવીસીએલ ઉપલેટા નાયબ કાર્યપાલક ઇજનેર સી.ડી. મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.