Shivangee R Khabri Media Gujarat
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુરભાઈ ચાવડાનાઓએ જિલ્લામાં ગૌ-વંશ તથા કતલ અંગેની રજુઆતો અન્વયે, ગૌ- વંશની તસ્કરી તથા કતલની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આપેલ સુચનાઓ આધારે, એમ એમ ગાંગુલી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ નાઓનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. દેસાઈ પાલેજ પો.સ્ટે. નાઓએ ઉપરોક્ત સુચનાઓ અનુસંધાને ગૌ-વંશ તથા ગે.કા. કતલને નેસ્ત નાબુદ કરવા અને કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.
READ: મિક જેગરે એ કર્યું ટ્વીટ તો મોદી એ આપી પ્રતિક્રિયા
પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ટંકારીયા ગામે બાબરીયા કોલોનીમાં રહેતો અલ્તાફ યુનુસ બાબરીયા ના એક બંધ બંગલાની પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જંગલી બાવળોની ઝાડીની ઓથમાં ગૌ- વંશ જેવા પશુનું કટીંગ કરે છે“; જેથી પાલેજ પોલીસ દ્વારા તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી બે આરોપીઓને માંસ સાથે ઝડપી પાડી અને સ્થળ પર વેટરનરી ડૉક્ટરને બોલાવી પ્રાથમિક અભિપ્રાય મેળવતા, ગૌ-વંશ હોવાનુ જણાતા આશરે ૨૦૦ કિલો જેટલું ગૌ વંશ સાથે ઝડપી પાડવામાં આવેલ અન્ય એક વોન્ટેડ આરોપીને તપાસ દરમિયાન પકડી પાડી, આરોપીઓ પાસેથી માંસ કટીંગ કરવાનાં સાધનો ઇલેક્ટ્રીક વજન કાંટો સહિત તથા આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા, મોબાઇલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૨૫,૮૭૦/- નો કબ્જે કરી વધુ એક આરોપીને વૉન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી ઇન્ડીયન પીનલ કોડ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમની સંલગ્ન કલમો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની બાકી મુદ્દાઓ સરની વધુ તપાસ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે.
આ ગુનામાં આરોપીઓ દ્વારા ગૌ-વંશ વાહતુક કરવામાં ઉપયોગમાં લેવાતા વ્હિકલ જેમાં આરોપી અલ્તાફનુ એક્ટીવા મોપેડ નંબર GJ 16 PK 2917 તથા આરોપી જાવીદની ઇક્કો ફોર વ્હીલર ગાડી નંબર GJ 16 CS 2153 તેમજ આરોપી ઇકબાલની હીરો હોન્ડા પેસન પ્રો.મો.સા.નં. GJ 16 AR 3259 ને કબ્જે લેવા તજવીજ ચાલુ છે અને વોન્ટેડ આરોપીને સ્તવરે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.