2 January History : દેશ અને દુનિયામાં 2 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 2 જાન્યુઆરી (2 January History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.
આ પણ વાંચો : 1 January : જાણો, આજનો ઈતિહાસ
2 જાન્યુઆરીનો ઈતિહાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે 1954માં ભારત રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. પદ્મ વિભૂષણ એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી 1954માં કરવામાં આવી હતી. આ દિવસે 1991માં તિરુવનંતપુરમ એરપોર્ટને ઇન્ટરનેશલ એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
2 જાન્યુઆરીનો ઇતિહાસ (2 January History) આ મુજબ છે
1991 : તિરુવનંતપુરમમાં ઇન્ટરનેશનલ લેવલનું એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું.
1989 : રાણાસિંધે પ્રેમદાસા શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા.
1954 : ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઈ હતી.
1954 : પદ્મ વિભૂષણ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.
1942 : બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, જાપાની સેનાએ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પર કબજો કર્યો હતો.
1899 : રામકૃષ્ણના આદેશને અનુસરીને, ઋષિએ કલકત્તા (હાલ કોલકાતા) સ્થિત બેલુર મઠમાં રહેવાનું શરૂ કર્યું.
1839 : ફ્રેન્ચ ફોટોગ્રાફર લુઈસ ડાગુરેએ ચંદ્રનો પ્રથમ ફોટોગ્રાફ પ્રદર્શિત કર્યો હતો.
1757 : બ્રિટિશ સૈનિકોએ ભારતીય શહેર કલકત્તા (કોલકાતા) પર કબજો કર્યો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
2 January એ જન્મેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ
1970 : પ્રખ્યાત સ્વિમર બુલા ચૌધરીનો જન્મ થયો હતો.
1940 : ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી એસ. આર. શ્રીનિવાસ વર્ધનનો જન્મ થયો હતો.
1906 : એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગસાહસિક હતા, જેમનું ભારતના ડેરી ઉદ્યોગમાં યોગદાન છે, એવા ડી.એન. ખુરોડે જન્મ થયો હતો.
1878 : કેરળના પ્રખ્યાત સમાજ સુધારક મન્નટ્ટુ પદ્મનાભનનો જન્મ થયો હતો.
આ પણ વાંચો : 2 Jan 2024 Rashifal : જાણો કેવો રહેશે તમારો દિવસ?
2 January એ નિર્વાણ પામેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ
2010 : ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્ર શાહનું અવસાન થયું.
1989 : પ્રખ્યાત માર્ક્સવાદી નાટ્યકાર, કલાકાર, દિગ્દર્શક અને ગીતકાર સફદર હાશ્મીનું નિધન થયું હતું.
1987 : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા અને આધુનિક ઓરિસ્સાના સ્થાપકોમાંના એક હરે કૃષ્ણ મહેતાબનું અવસાન થયું.
1950 : પ્રખ્યાત મહિલા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક ડો. રાધાબાઈનું અવસાન થયું.