IPL 2024 Unavailable Players List: ઇન્ડિયન પ્રિમીયર લીગ 2024 (IPL)ની શરૂઆત આજે 22 માર્ચથી થઈ રહી છે. પરંતુ ક્રિકેટ લીગ શરૂ થાય તે પહેલા જ ઘણી ટીમોના સ્ટાર ખેલાડી બાહર થઈ ગયા છે. કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે તો કેટલાક પોતાના વ્યક્તિગત કારણોને લીધે આઇપીએલમાં ભાગ નહિ લઈ શકે.
આ પણ વાંચો – જાણો, કોણ કોણ કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન?
IPL 2024 Unavailable Players List: ઇન્ડિયન પ્રિમીયર લીગ 2024 (IPL)ની શરૂઆત આજે 22 માર્ચથી થઈ રહી છે. પરંતુ ક્રિકેટ લીગ શરૂ થાય તે પહેલા જ ઘણી ટીમોના સ્ટાર ખેલાડી બાહર થઈ ગયા છે. કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે તો કેટલાક પોતાના વ્યક્તિગત કારણોને લીધે આઇપીએલમાં ભાગ નહિ લઈ શકે. આઈપીએલના આ સિઝનમાંથી અત્યાર સુધીમાં મોહમ્મદ શમી, માર્ક વુડ, જેનસ રોય અને હેરી બ્રુક સહિત કેટલાય સ્ટાર ખેલાડીઓ બાહર થઈ ગયા છે. અત્યાર સુધી પ્રાપ્ત વિગતો અનુસાર 13 ખેલાડીઓ કોઈને કોઈ કારણે આઈપીએલની બાહર થઈ ગયા છે.
મુંબઈને મળ્યો મોટા આંચકો
દિલશાન મદુશંકાની જગ્યાએ આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે 17 વર્ષના સાઉથ આફ્રિકન બોલર મફાકાને શામેલ કર્યો કર્યો છે. ક્વવેના મફાકા અંડર 19 વર્લ્ડ કપ 2024માં લિડિંગ વિકેટ ટેકર હતો. તેઓએ વર્લ્ડ કપના 9 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. બીજી બાજુ મુંબઈની ટીમે ઇજાગ્રસ્ત જેસન બેહનડોર્ફની જગ્યાએ લ્યુક વુડને સ્થાન આપ્યું છે.
આઈપીએલ 2024માં આ વર્ષે કઈ ટીમમાંથી ક્યા ખેલાડી બાહર થયા છે આવો તેના વિશે જાણીએ. કેટલાક ખેલાડી એવા પણ છે જેણે પોતાના વ્યક્તિગત કારણોને લીધે આઈપીએલમાં રમવાની મનાઈ કરી છે. કેટલાક ખેલાડીઓ શરૂઆતની મેચો નહિ રમી શકે. આવો જાણીએ આ તમામ પ્લેયર્સ વિશે જે આ વખતે આખી આઈપીએલ સિઝન કે કેટલીક મેચ રમી શકશે નહિ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગુજરાત ટીમમાંથી મોહમ્મદ શમી અને વેડ બાહર
મોહમ્મદ શમી ઈજાના કારણે આખી સિઝન બાહર થઈ ગયા છે. તે ટી20 વર્લ્ડ કપમાં પણ રમી શકશે નહિ. શમીની હાલ જ લંડનમાં સર્જરી થઈ છે. મોહમ્મદ શમીની જગ્યાએ ગુજરાત ટીમે સંદીપ વોરિયરને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો છે. સંદીપ ભારત માટે એક ટી20 મેચ 2021માં ભારત માટે રમી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયન વિકેટકીપર – બેટ્સમેન મેથ્યૂ વેડે પણ ગુજરાતની ટીમને મોટો આંચકો આપ્યો છે. તે શરૂઆતના 1-2 મેચથી દૂર રહેશે. તેઓના ઘરઆંગણે રમાતી શેફિલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટની ફાઇનલ છે. ત્યાર બાદ તે ટીમ સાથે જોડાશે.
લખનઉની ટીમમાંથી માર્ક વુડ બાહર
કેએલ રાહુલની કેપ્ટનશીપ વાળી લખનઉ સુપર જાયન્ટસમાંથી ઇંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર માર્ક વુડ આઈપીએલ રમી શકશે નહિ. તેઓને જુનમાં ટી20 વર્લ્ડકપ રમવાનો છે. એવામાં પોતાના ઇંગ્લિશ બોર્ડના કહેવાથી વર્ક લોડ મેનેજમેન્ટને લઈ વુડે આઈપીએલમાંથી પોતાનું નામ પરત લીધુ છે. માર્ક વુડની જગ્યાએ લખનઉએ વેસ્ટઇન્ડીઝના શેમાર જોસેફને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
રાજસ્થાનની ટીમમાંથી 2 ખેલાડી બાહર
આઈપીએલ 2024 સિઝન પહેલા સંજુ સેમસનની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રોયલ્સને મોટો આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના ઇજાના કારણે પહેલાથી જ આઈપીએલ બાહર થઈ ગયો છે. તે પોતાની છેલ્લી આઈપીએલ પણ ઈજાના કારણે રમી શક્યો નહોતો. આ વખતે તેને રણજી ટ્રોફી દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે તે બાહર થઈ ગયો છે. જ્યારે એડમ જામ્પા પણ આઈપીએલની બાહર થઈ ગયો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કોલકાત્તાની ટીમમાંથી 2 ખેલાડી બાહર
કોલકાત્તા નાઇટ રાઇડર્સ માટે રમનાર ઇંગ્લેન્ડના બે ખેલાડી જેસન રોય અને ગસ એટકિંસને પણ પોતાનું નામ પરત લીધુ છે. ઓપનર જેસન રોય પોતાના વ્યક્તિગત કારણથી આઈપીએલ નહિ રમી શકે. જ્યારે એટકિંસનને જૂનમાં ટી20 વર્લ્ડકપ રમવાનો હોય ઈંગ્લિશ બોર્ડના કહેવાથી વર્ક લોડ મેનેજમેન્ટને લઈ પોતાનું નામ આઈપીએલમાંથી પરત લીધુ છે. જેસનની જગ્યાએ ઇંગ્લેન્ડના ફિલ સાલ્ટ અને એટકિંસનની જગ્યાએ શ્રીલંકાના દુશ્મંથા ચમીરાને રિપ્લેસ કરવામાં આવ્યાં છે.
ચેન્નાઈની ટીમને મળ્યો મોટો આંચકો
ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓપનર ડેવોન કોન્વે અંગુઠામાં ઈજાને કારણે ટૂર્નામેન્ટથી બાહર છે. તે આશરે 8 અઠવાડિયા સુધી ક્રિકેટ નહિ રમી શકે. તેના રિપ્લેસમેન્ટમાં કોણ રમશે તેની ઘોષણા કરવામાં આવી નથી. જ્યારે મથીશા પથિરાના પણ હેમસ્ટ્રીંગ ઇન્જરીના કારણે આઈપીએલમાંથી બાહર થઈ ગયો છે.
હેરી બ્રૂક પણ નહિ રમે આઈપીએલ
ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સને પણ આઈપીએલ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેની ટીમમાંથી ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક આઈપીએલમાંથી બાહર થઈ ગયો છે. દિલ્લી કેપિટલ્સે તેને 4 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. બ્રુકે પોતાના વ્યક્તિગત કારણોસર પોતાનું નામ પરત લીધુ છે.
સૂર્યાએ વધાર્યુ મુંબઇનું ટેન્શન
ટી20 ક્રિકેટના નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સનું ટેન્શન વધાર્યું છે. તે હજુ સર્જરી બાદ સ્વસ્થ થયો નથી. તેણે જાન્યુઆરીમાં હર્નિયાની સર્જરી કરાવી હતી. તે હાલ એનસીએમાં છે. સૂર્યા મુંબઈની શરૂઆતની મેચોમાંથી બાહર રહી શકે છે.