ડમ્પરે ટક્કર મારતા બસમાં લાગી આગ, 12 લોકો જીવતા ભૂંજાયા

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Madhya Pradesh Accident : મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. અહીં બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા બસમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચોરણબીર પર લોકોની લાગણી દુભાવ્યાનો આરોપ, જાણો સમગ્ર મામલો

Madhya Pradesh Accident : મધ્ય પ્રદેશમાં આવેલા ગુનામાં બસ અકસ્માતમાં 13 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે. આ ભયંકર દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી મોહન યાદવે પણ શોક વ્યક્ત કર્યો હતો. રાજધાની ભોપાલમાં કાર્યક્રમોને રદ્દ કરી સીએમ યાદવ અચાનક ગુના પહોંચ્યા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કલેક્ટરના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 13 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. ડીએનએ દ્વારા મૃતકોની ઓળખ કરવામાં આવી શકે છે. MP08 P0199 નંબરની બસ રામપ્રતાપ સિંહ સિકરવારના નામે રજિસ્ટર્ડ હતી. 32 સીટર બસમાં 35 લોકો મુસાફરી કરી રહ્યાં હતા. જણાવાઇ રહ્યું છે કે બસની અંદર જ્વલનશીપ પદાર્થ રાખવામાં આવ્યો હતો. જેમાં આગ લાગવાથી આખી બસ સળગી ઉઠી હતી.

બુધવારે રાત્રે સર્જાઇ હતી દુર્ઘટના

મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં બુધવારે રાત્રે આશરે 8 વાગ્યે એક ડમ્પર સાથે અથડામણ બાદ બસમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં દાઝી જતા 13 લોકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી પણ વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ભીષણ દુર્ઘટના ગુના-આરોન રોડ પર સર્જાઈ હતી. બસમાં 35 લોકો મુસાફરી કરી રહ્યાં હતા. જેમાંથી 4 લાખો બસની બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સરકાર દ્વારા સહાયની જાહેરાત

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેઓએ આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા. મુખ્યમંત્રી પોતે ગુનામાં પીડિતોને મળ્યાં હતા.