Punjab Govt Announcement : ખેડૂત આંદોલન દરમિયાન ખનૌરી બોર્ડર પર જીવ ગુમાવનાર ખેડૂતો માટે પંજાબ સરકારે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો આંદોલનમાં મોતને ભેટનાર ખેડૂત શુભકરણ સિંહના પરિવારને પંજાબ સરકાર (Punjab Government) 1 કરોડ રૂપિયાની સહાય આપશે.
આ પણ વાંચો – BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું કાર અકસ્માતમાં મોત
Punjab Govt Announcement : પંજાબ સરકારે ખેડૂતોના આંદોલન દરમિયાન ખનૌરી બોર્ડર પર મૃત્યુ પામેલા ખેડૂત શુભકરણ સિંહ (Farmer Shubhkaran Singh)ને લઈને મોટી જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (Bhagawant Mann) મૃતક શુભકરણ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત શુભકરણ સિંહની નાની બહેનને સરકારી નોકરી આપવામાં આવશે. સીએમ ભગવંત માને ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી. તેમણે કહ્યું કે દોષિતો સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તમને જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણાની વચ્ચે સ્થિત શંભુ અને ખનૌરી બોર્ડર પર બુધવારે અરાજકતા સર્જાઈ હતી જ્યારે ખેડૂતોના આંદોલનમાં આવેલા 21 વર્ષીય યુવા ખેડૂત શુભકરણ સિંહનું મોત નીપજ્યું હતું. મૃતક બે બહેનનો એકનો એક ભાઈ હતો. શુભકરણ સિંહના મૃત્યુ બાદ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની યોજના બે દિવસ માટે સ્થગિત કરી દીધી હતી.
દરમિયાન, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ ગુરુવારે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને ગૃહ પ્રધાન અનિલ વિજ સામે યુવાન ખેડૂતની “હત્યા” માટે કેસ નોંધવાની માંગ કરી હતી અને આવતા અઠવાડિયે ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરી હતી. SKM એ જાહેરાત કરી કે ખેડૂતો મૃત્યુ પર શોક વ્યક્ત કરવા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને રાજ્યના ગૃહ પ્રધાન અનિલ વિજના પૂતળાં બાળવા માટે શુક્રવારે ‘બ્લેક ડે’ મનાવશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
એસકેએમએ જણાવ્યું હતું કે ખેડૂતો 26 ફેબ્રુઆરીએ હાઇવે પર ટ્રેક્ટર માર્ચ કાઢશે અને 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ઓલ ઈન્ડિયા કિસાન મઝદૂર મહાપંચાયત’ યોજશે. SKM ‘દિલ્હી ચલો’ કૂચનો ભાગ નથી, પરંતુ તેનું સમર્થન કરી રહી છે. SKMએ 2020-21માં કેન્દ્રના ત્રણ રદ્દ કરાયેલા કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.