Mithun Chakraborty Discharge : મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે ઘરે પરત આવી ગયા છે. હોસ્પિટલ બહાર નિકળતા તેઓએ કહ્યું કે હવે તેને કોઈ તકલીફ નથી. હું બિલકુલ સ્વસ્થ છું. મારા ખાન-પાનમાં નિયંત્રણ રાખવું પડશે. હું જલ્દી જ કામ કરવાનું શરૂ કરી દઈશ.
આ પણ વાંચો : JEE મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
Mithun Chakraborty Discharge : મિથુનના ચાહકો માટે સારા સમાચાર છે. દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેના સ્વાસ્થ્યમાં સુધારો થતા તેને રજા આપી દેવામાં આવી છે. એક્ટરે આપેલા એક નિવેદનમાં તેઓએ કહ્યું કે તે બિલકુલ સ્વસ્થ છે. તેની ખરાબ તબિયત માટે તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ ઠપકો મળ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
એક્ટર મિથુન ચક્રવર્તી ગત બે દિવસથી કોલકાત્તાની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. 73 વર્ષિય મિથુનને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેને સ્ટ્રોક આવ્યો હતો. ત્યારથી અભિનેતા તબીબોની દેખરેખ હેઠળ હતા.
પરંતુ હવે મિથુનને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે ઘરે આવી ગયા છે. સોમવારે બપોરે મિથુન કોલકાત્તામાં પોતાના ઘરે ડિસ્ચાર્જ થઈને પહોંચ્યા હતા. હોસ્પિટલ બહાર આવ્યા પછી તેઓએ કહ્યું કે હવે તેને તેને કોઈ તકલીફ નથી. હું બિલકુલ સ્વસ્થ છું. મારે હવે મારા ખાનપાનનું ધ્યાન રાખવું પડશે. જોઈએ છીએ, હું જલ્દી જ કામ શરૂ કરી શકું છે. બની શકે હું કાલથી કામે લાગી જાઉં.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વડાપ્રધાને આપ્યો ઠપકો
સાથે જ અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે વડાપ્રધાને તેને ફોન કરી પોતાનુ ધ્યાન રાખવા માટે ઠપકો આપ્યો. એક્ટરે કહ્યું કે, પીએમ મોદીએ મને રવિવારે ફોન કરી મારા ખબરઅંતર પૂછ્યા હતા. સાથે જ તેણે મને ઠપકો પણ આપ્યો કે હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતો.