Hotels In Ayodhya: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની (Ramlala) પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે દરરોજ મોટી સંખ્યામાં લોકો (People) અયોધ્યા આવવા લાગ્યા છે. જેને લઈને અહીં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં આવતા ભક્તોને ધ્યાનમાં રાખીને હોટલ (Hotel), ધર્મશાળા (Dharamshala) વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કર્યા બાદ યાત્રાળુઓ ક્યાં રોકાઈ શકે છે આવો જાણીએ.
આ પણ વાંચો : ડ્રોન દ્વારા મુસાફરી કરી શકશે લોકો : ગડકરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અયોધ્યામાં (Ayodhya) 5 મહિના પહેલા 5 હજાર હોટલનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. કેટલીક હોટેલોએ તેમના ભાડામાં વધારો કર્યો છે. કેટલાક એવા છે જે લોકોને એક જ ભાડા પર રૂમ આપી રહ્યા છે. જો તમે પણ અયોધ્યા જઈને રામ મંદિરના દર્શન કરવા ઈચ્છો છો. તો તમે આ હોટલ કે ધર્મશાળાને તમારી યાદીમાં સામેલ કરી શકો છો.
એક દિવસનું ભાડું 4-35 હજાર રૂપિયા
મંદિર ટ્રસ્ટનો અંદાજ છે કે ઉદ્ઘાટન સમારોહ પછી દરરોજ લગભગ 2 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી શકશે. ઉદ્ઘાટનના દિવસે આ સંખ્યા 5 લાખ સુધી પહોંચી શકે છે. તમામ હોટેલ્સ બુક થઈ ગઈ છે, તેથી 22 જાન્યુઆરી પહેલા 500 હોમ-સ્ટે ખોલવાની યોજના છે.
અયોધ્યામાં 15 લક્ઝરી (Luxury Hotel) હોટલ છે, જેનું બુકિંગ હાલમાં ચાલી રહ્યું છે. શાન-એ-અવધ, પાર્ક ઇન, રામાયણ, રેડિસન, પંચશીલ, કોહિનૂર, રોયલ હેરિટેજ, ત્રિમૂર્તિ અને અવધ સનશાઇન જેવી મોટી હોટેલ્સમાં દૈનિક ભાડું 4 હજારથી 35 હજાર રૂપિયા સુધી છે.
શાન-એ-અવધ હોટલમાં 80 ટકા રૂમ બુક
હોટેલ શાન-એ-અવધ (Shaan-e-Awadh)ના માલિક શરદ કપૂરનું કહેવું છે કે અહીંના 80 ટકા હોટલના રૂમ બુક થઈ ગયા છે. આનાથી સારા દિવસો અયોધ્યાના હોટેલ સેક્ટરમાં ફરી નહીં આવે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગુજરાતી ધર્મશાળા
તમે અયોધ્યા રેલ્વે સ્ટેશન પાસેની ગુજરાતી ધર્મશાળામાં (Gujarati Dharamshala) રૂ. 100 થી રૂ. 1000 સુધીની કિંમતો સાથે રૂમ બુક કરાવી શકો છો. આ ઉપરાંત અહીં ફૂડ પણ ફ્રીમાં મળે છે. ઓછા બજેટવાળા લોકો માટે, અહીં એક મોટો હોલ પણ છે, જેમાં પંખા સાથે ઘણા સિંગલ બેડ છે, જેની કિંમત વ્યક્તિ દીઠ 100 રૂપિયા છે. આ સાથે, તમને અલિમિટેડ ભોજન પણ આપવામાં આવશે, તે પણ મફતમાં. જો તમારે પ્રાઈવેટ રૂમમાં રહેવું હોય તો અહીં 2, 3 અને 5 બેડના રૂમ પણ ઉપલબ્ધ હશે. આ ધર્મશાળા રેલ્વે સ્ટેશનથી 2 મિનિટના અંતરે છે.
શ્રી સીતા રાજમહેલ ધર્મશાળા
આ ધર્મશાળા અયોધ્યામાં એ જ જગ્યાએ બનેલી છે, જ્યાં લગ્ન કર્યા પછી દેવી સીતા પહેલીવાર અયોધ્યા આવ્યા હતા. પાલખીમાંથી નીચે ઉતરવાની અને પોતાનો ચહેરો બતાવવાની વિધિ અહીં કરવામાં આવી હતી, તેથી આ સ્થાન પર રોકાવું એ એક લ્હાવો છે. આજે પણ આ કથા સાથે જોડાયેલ એક મંદિર છે, જ્યાં તમે દર્શન માટે જઈ શકો છો. શ્રી સીતા રાજ ધર્મશાળામાં ડબલ બેડ એસી રૂમની કિંમત 1200 રૂપિયા છે અને નોન એસી રૂમની કિંમત 600 રૂપિયા છે, આ સાથે અહીં જમાવાનું પણ સસ્તુ છે. 70 રૂપિયાની થાળી મળે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કનક ધર્મશાળા
કનક ભવન પણ અયોધ્યાના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે, આજે અયોધ્યામાં બનેલા તમામ મંદિરો તેની આસપાસ છે. મંદિર પરિસરમાં ભક્તો માટે રહેવા અને ભોજનની સારી વ્યવસ્થા છે. અહીં રૂમ 300 થી 500 રૂપિયામાં સરળતાથી મળી જશે. આ રૂમમાં 4 થી 5 લોકો સરળતાથી રહી શકે છે. કનક ભવનમાં દરરોજ વિનામૂલ્યે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. કનક મંદિર પરિસરમાં પ્રવેશ દ્વાર દક્ષિણ તરફ છે.
બિરલા ધર્મશાલા અયોધ્યા
બિરલા ધર્મશાળા (Birla Dharamshala) પણ અયોધ્યાની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ જગ્યા છે, જ્યાં તમને 200 થી 500 રૂપિયામાં થ્રી સ્ટાર સુવિધાઓ મળશે. ખાસ વાત એ છે કે અહીં ખાવાનું ફ્રીમાં મળે છે, જેના માટે કોઈ અલગથી ચાર્જ લેવામાં આવતો નથી. તમારો સંઘ ગમે તેટલો મોટો હોય, તમે અહીં સરળતાથી રૂમ મેળવી શકો છો. બસ એ વાતનું ધ્યાન રાખો કે એકવાર તમે કોઈ પણ હોટેલ કે ધર્મશાળા બુક કરાવો પછી તમારે ત્યાંની સુવિધાઓથી લઈને ભાડા સુધીની તમામ માહિતી પહેલાથી મેળવી લેવી. આ ધર્મશાળા ન્યૂ કોલોની જૂના બસ સ્ટેન્ડ પાસે છે.
આ પણ વાંચો : ક્યાંક તમે પણ આ ભૂલ નથી કરતા ને? સૂતા સૂતા જ સ્વર્ગે સીધાવી જશો
જો તમારું બજેટ ઓછું હોય તો પણ કોઈ મશ્કેલી નહિ પડે
દેશ-વિદેશથી આવતા ભક્તોના રહેવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? આ પ્રશ્ન પર પ્રાદેશિક પર્યટન અધિકારી આરપી યાદવે કહ્યું છે કે અયોધ્યા આવનારા લોકો માટે 175 હોટલ અને ધર્મશાળાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રીઓ તેમની સગવડ અને બજેટ પ્રમાણે અહીં રહી શકે છે.
અયોધ્યા પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, એક વર્ષમાં રામ નગરીમાં હોમ સ્ટેની તર્જ પર 500 થી વધુ ઘરો વિકસાવવામાં આવ્યા છે. તેમાં એક શરત મુકવામાં આવી છે કે કોઈપણ મકાનમાલિક ઘરમાં વધુમાં વધુ 5 રૂમને જ હોમ સ્ટેમાં બદલી શકે છે. હોમ સ્ટેના નિર્માણથી અયોધ્યાની હોટલ અને ધર્મશાળાઓ પરનો ભાર ઓછો થશે.
રામ પથ, ભક્તિપથ અને જન્મભૂમિ પથની ધર્મશાળાઓમાં મફત ભોજન
અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓ માટે શહેરમાં અનેક જગ્યાએ ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારગામથી આવતા ભક્તોને રામપથ, ભક્તિપથ અને જન્મભૂમિ પથ પરની ધર્મશાળાઓમાં મફત ભોજન મળશે. આ માટે ભક્તોએ તેમનું આધાર કાર્ડ બતાવવાનું રહેશે.
શહેરમાં રામલલા મંદિરની આસપાસ પિઝા હટ, ડોમિનોઝ, ઓરા ફૂડ, એવરગ્રીન રેસ્ટોરન્ટ, રામપ્રસ્થ જેવી રેસ્ટોરન્ટ ચેન પણ ખુલી છે. મોટાભાગના ભક્તો 84 કોસી પરિક્રમા રૂટ દ્વારા રામલલાના દર્શન કરવા આવશે. તેથી અહીં દારૂની દુકાનો બંધ રાખવામાં આવશે.