Ram Mandir Time Table : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં ભગવાન રામની આરતી અને દર્શન વિશે જાણકારી આપી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત પ્રવક્તા અને મીડિયા પ્રભારી શરદ શર્મા અનુસાર, શ્રીરામની શૃંગાર આરતી બપોરે સાડા ચાર વાગ્યે, મંગળા આરતી સવારે સાડા છ વાગ્યે થશે. ત્યાર બાદ ભક્તો સાત વાગ્યાથી દર્શન કરી શકશે.
આ પણ વાંચો : રિલિઝના પહેલા દિવસે જ ‘Fighter’ની ધમાલ, જાણો કલેક્શન
Ram Mandir Time Table : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં ભગવાન રામની આરતી અને દર્શનનો સમય જણાવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વધી રહેલી ભક્તોની ભીડને જોતા ટ્રસ્ટે સમય સૂચી જાહેર (Ram Mandir Time Table) કરી છે. તેમાં શૃંગાર આરતીથી લઈ શયન આરતી સુધીની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. શૃંગાર આરતી બપોરે સાડા ચાર વાગ્યે થશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) પ્રાંત પ્રવક્તા અને મીડિયા પ્રભારી શરદ શર્મા અનુસાર, શ્રી રામલલ્લાની શૃંગાર આરતી બપોરે સાડા ચાર વાગ્યે, મંગળા આરતી સવારે સાડા છ વાગ્યે થશે. ત્યાર બાદ ભક્તો સાત વાગ્યાથી દર્શન કરી શકશે. તેઓએ જણાવ્યું કે ભગવાન રામની ભોગ આરતી બપોરે બાર વાગ્યે થશે. ત્યાર બાદ સંધ્યા આરતી સાંજે સાડા સાત વાગ્યે, ભોગ આરતી આઠ વાગ્યે અને શનય આરતી સાડા દસ વાગ્યે થશે.
જણાવી દઈએ કે, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં ભક્તોની ભીડ વધી રહી છે. દરરોજ ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યાં છે. ઉદ્ઘાટન બાદ પહેલા દિવસથી જ રામ મંદિર ભક્તોથી ખચોખચ ભરાઈ ગયું હતુ. ભીડ એટલી વધી ગઈ કે મંદિર સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે મંગળવારે પાંચ લાખ ભક્તોએ દર્શન કર્યાં હતા. અયોધ્યામાં વધતી ભીડને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) શ્રીરામ જન્મભૂમિ મંદિર પરિસરનું નિરિક્ષણ પણ કર્યું હતુ. તેઓએ સંબંધિત અધિકરીઓને સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને રામલલ્લાના સુલભ અને સહજ દર્શન થઈ શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓના નિર્દેશ આપ્યાં હતા.