Mission Shakti Yojana : સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મહિલા સશક્તિકરણ અને તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે Women and Child Development Department દ્વારા હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પૂરી પાડવા “મિશન શક્તિ” યોજના અમલમાં મૂકવામાં આવી છે. આવો જાણીએ આ યોજના અંગે તમામ માહિતી.
આ પણ વાંચો : ગુજરાત સરકારે આઈટી પોલીસી કરી જાહેર, 1 લાખ નોકરીનું થશે સર્જન
મિશન શક્તિ યોજના શું છે?
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને સંજોગોવશ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાઓને તમામ યોજનાઓનો લાભ એક જ છત્ર નીચે મળી રહે તે માટે વર્ષ 2023 થી Mission Shakti Yojana Gujarat અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ કોઈપણ હિંસાગ્રસ્ત મહિલા પોતાની જાતના રક્ષણ તથા લાંબા કે ટૂંકા ગાળાના રહેઠાણ તથા કાયદાકીય માર્ગદર્શન માટે વરદાનરૂપ સાબિત થાય છે.
યોજનાનો ઉદ્દેશ
Mission Shakti Yojana Gujarat હેઠળ મહિલાઓને ભયમુક્ત વાતાવરણ મળે અને મહિલાલક્ષી યોજનાઓના તમામ લાભ એક જ છત્ર નીચેે મળી રહે તેવા આશયથી મિશન શક્તિ યોજનાની શરૂઆત કરાઈ છે. યોજના અંતર્ગત મહિલાઓ અને કિશોરીઓને તેમનો સર્વગ્રાહી વિકાસ કરવો, મહિલા સશક્તિકરણ માટે દરેક મહિલા અને કિશોરીઓને સક્ષમ બનાવવી,સામાજિક અને આર્થિક રીતે પછાત કે જેઓને કાળજી અને રક્ષણની જરૂરિયાત પૂરી પાડવી. લાંબાગાળાની અને ટૂંકાગાળાની મદદ અથવા માહિતીની જરૂર હોય તેઓને જરૂરી મદદ પૂરી પાડવી.
મિશન શક્તિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ અન્ય યોજનાઓ
મહિલાઓને પૂરતી મદદ એક જ જગ્યાએ મળી રહે તે માટે મિશન શક્તિ યોજના હેઠળ “સંબલ” અને “સામર્થ્ય” બે પેટા યોજનાઓ શરૂ કરાઇ છે.
સંબલ પેટા યોજનાએ મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે કાર્ય કરે છે. જેમાં મુખ્યત્વે ચાર યોજનાઓને આવરી લેવામાં આવી છે.
(1) સખી વન સ્ટોપ સેન્ટર, Sakhi One Stop Center
(2) 181મહિલા હેલ્પલાઇન, 181 Mahila HelpLIne
(3) બેટી બચાવો,બેટી પઢાવો Beti Bacho Beti Padhao
(4) નારી અદાલત Nari Adalat યોજનાનો સમાવેશ
સંબલ યોજનામાં હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓની તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પૂરી પાડીને મહિલાઓનું પુનર્વસન કરવામાં આવે છે.
સામર્થ્ય પેટા યોજના અંતર્ગત નીચે મુજબની યોજનાઓને આવરી લેવામાં આવી છે.
(1) શક્તિ સદન Sakti Sadan (ઉજ્જવલા તથા સ્વધાર ગૃહ)
(2) સખી નિવાસ Sakhi Nivas (Working Women Hostel)
(3) રાષ્ટ્રીય ક્રેસ યોજના,
(4) હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ( National/State/District)
આ પણ વાંચો : સોનાનો રેટ ઓલટાઇમ હાઇ, વૈશ્વિક સ્તરે રેકોર્ડ ઊછાળો
રાષ્ટ્રીય કક્ષાએ: National Hub for Empowerment of Women (NHEW)
રાજ્ય કક્ષાએ : State Hub for Empowerment of Women (SHEW)
જિલ્લા કક્ષાએ : District Hub for Empowerment of Women (DHEW)
સામર્થ્ય યોજના હેઠળ મહિલાઓને વિવિધ યોજનાઓની જાણકારી તથા હિંસા ગ્રસ્ત મહિલાઓને આશ્રય સ્થાન આપવાનું મુખ્ય કાર્ય કરે છે. આ યોજના હેઠળ મહિલાઓને તાલીમ, કાયદાકીય માર્ગદર્શન તથા ક્ષમતાવર્ધન બાબતે કાર્ય કરે છે.
યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાશે
મિશન શક્તિ યોજનાની ગાઈડલાઈન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગની ઘણી બધી યોજનાઓને આવરી લઈ એક જ છત્ર હેઠળ લાભ આપવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ દરેક જિલ્લામાં મહિલાઓને ટૂંકા ગાળાનો આશ્રય આપવામાં આવે છે.
181 મહિલા હેલ્પલાઈન આકસ્મિક સંજોગોમાં મહિલાઓને મદદ માટે હંમેશા ફોન કોલથી જ મદદ મળી રહે છે.
બેટી બચાવો, બેટી પઢાવો યોજનામાં સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, કિશોરીઓ તથા મહિલાઓના સશક્તિકરણ તથા સુરક્ષા માટે કાર્ય કરે છે.
નારી અદાલત દ્વારા મહિલાઓને કાનૂની સહાયતા આપવામાં આવે છે.
શક્તિ સદન હેઠળ મહિલાઓ તથા પ્રતિકુળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓને આશ્રય આપી સમાજમાં પુન:સ્થાપન કરવામાં આવે છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
સખી નિવાસમાં રહેણાંકના સ્થળથી દુર નોકરી કરતી મહિલાઓને આશ્રય સ્થાન આપે છે.રાષ્ટ્રીય ક્રેસ યોજનામાં સ્વરોજગાર કે નોકરિયાત મહિલાઓના 06 મહિનાથી 06 વર્ષ સુધીના બાળકને સુરક્ષિત વાતાવરણ આપીને બાળકને ઘોડિયા ઘરની જેમ સાચવવાનું કાર્ય કરે છે.
મહિલા સશક્તિકરણ કેન્દ્ર હેઠળ મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપી મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
સૌજન્ય – ઈશ્વર ચૌધરી