વિકી કૌશલ (Vicky Kaushal)ની સામ બહાદુર (Sam Bahadur Release) 1લી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચૂકી છે, જેણે વીકએન્ડમાં સારી કમાણી કરી લીધી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં ફિલ્મ તેનું બજેટ કલેક્શન હાંસલ કરશે. જો કે, સેમ ડે રિલીઝ થયેલી એનિમલથી સામ બહાદુર ઘણ પાછળ રહી ગઇ છે. આ ફિલ્મ સામ માણેકશાની બાયોપિક ડ્રામા છે, જેમાં ફરી એકવાર વિકી કૌશલની જોરદાર એક્ટિંગ જોવા મળી રહી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ સિવાય સેમની પત્ની સિલીનો રોલ નિભાવતી સાન્યા મલ્હોત્રા અને ભારતના દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી ફાતિમા સના શેખ પણ આ ફિલ્મમાં જોવા મળી રહી છે. પ્રેક્ષકો કે જેમણે આ કહાણી થિયેટરોમાં જોઈ હતી, તેઓ હવે OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આને લઈને અમે સામ બહાદુર કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે? તેની વિગતો લાવ્યા છીએ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અહેવાલો અનુસાર, સામ બહાદુરને નેટફ્લિક્સ અથવા એમેઝોન પ્રાઇમ વીડિયો પર નહીં પરંતુ Zee5 પર રિલીઝ કરવામાં આવશે. જો કે, તે ડિઝની હોટસ્ટાર પર પણ રિલીઝ થઈ શકે છે કારણ કે વિકી કૌશલની ફિલ્મ વોલ્ટ ડિઝની સ્ટુડિયો મોશન પિક્ચર્સ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવી છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે ફિલ્મ બેમાંથી કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ એક મહિના પછી એટલે કે 2024ની શરૂઆતમાં રિલીઝ થવાની આશા છે. ખરેખર, સામ બહાદુરને ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મોરબી નકલી ટોલનાકું: સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખના પુત્ર સામે નોંધાયો ગુનો
આપને જણાવી આપીએ કે 55 કરોડ રૂપિયાના બજેટથી બનેલી સામ બહાદુરે ભારતમાં પહેલા દિવસે 6.25 કરોડ રૂપિયા, બીજા દિવસે 9 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 10.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે ચોથા દિવસે 22 લાખ રૂપિયાની કમાણી કરશે. આ પછી ભારતમાં કલેક્શન 25.77 કરોડ સુધી પહોંચી ગયું છે. વિશ્વવ્યાપી કલેક્શન 30 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.