Gujarat Weather Update : ભરશિયાળે ગુજરાતના 234 તાલુકામાં માવઠું થયું છે. રવિવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal rain) પડતા ઘણી જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યાં છે. તો કેટલાક લોકોનો વિજળીએ ભોગ લીધો છે. ત્યારે હજુ કેટલા દિવસ કમોસમી વરસાદ રહેશે અને આજે ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે તે વિશે હવામાન વિભાગ (Meteorological Department) અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં માવઠું બન્યું ઘાતક, વિજળીએ 4નો ભોગ લીધો
આજે રાજ્યના આ વિસ્તારમાં થશે માવઠું
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાને લઈ મોટી આગાહી કરતા કહ્યું, કે હજું માવઠું ગયું નથી. આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડશે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું કાશ્મીર, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ
ડિસેમ્બરની શરૂઆત સુધી માવઠાની ઘાત
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ગાઢ વાદળો છવાયેલા જોવા મળશે. તો કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, નવેમ્બર મહિનાના અંત સુધી ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. ડિસેમ્બરની પહેલી તારીખે વરસાદની શક્યતા પણ જોઈ શકાય છે તેમ હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતુ.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
24 કલાકમાં 4 ડિગ્રી તાપમાન નીચું ગયું
રાજ્યમાં માવઠા સાથે હવે ઠંડીમાં પણ વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 ડીગ્રી જેટલો તાપમાનનો પારો ગગડ્યો છે. સૌથી નીચુ તાપમાન ગાંધીનગર અને નલિયાનું રહ્યું હતુ. અહીં લઘુતમ તાપમાન 17 ડીગ્રી નોંધ્યું છે. જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી, વડોદરામાં 18.8 ડિગ્રી, રાજકોટમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.